Home / India : Mann Ki Baat: AI technology praised in Bastar Olympics

PM મોદીની મન કી બાત: બસ્તર Olympic, મહાકુંભમાં AI ટેકનોલોજીની કરી પ્રશંસા

PM મોદીની મન કી બાત: બસ્તર Olympic, મહાકુંભમાં AI ટેકનોલોજીની કરી પ્રશંસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાતના 117માં સંબોધનમાં બંધારણ મુદ્દે ટીપ્પણી કરી હતી. તેમણે મહાકુંભ અને પ્રયાગરાજનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, આપણા બંધારણના સર્જકોએ આપણને જે બંધારણ સોંપ્યું છે કે, તે સમયની દરેક કસોટી પર ખરૂ ઉતર્યું છે. 2025માં 26 જાન્યુઆરીએ આપણે 75મો પ્રજાસત્તાક દિન ઉજવીશું. જે આપણા માટે ગૌરવની વાત છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બંધારણ સંલગ્ન વેબસાઈટ લોન્ચ કરી

વડાપ્રધાન મોદીએ બંધારણ સાથે જોડાયેલી વેબસાઈટ લોન્ચ કરતાં કહ્યું કે, દેશના નાગરિકોને બંધારણના વારસા સાથે જોડવા ખાસ http://constitution75.com વેબસાઈટ શરૂ કરી છે. જેમાં તમે બંધારણની પ્રસ્તાવના વાંચતો પોતાનો વીડિયો અપલોડ કરી શકો છો. જુદી-જુદી ભાષાઓમાં બંધારણ વાંચી શકો છો, તેમજ પ્રશ્નો પણ પૂછી શકો છો.

મહાકુંભની તૈયારીઓનો ઉલ્લેખ

વડાપ્રધાન મોદીએ મનકી બાતમાં મહાકુંભની તૈયારીઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, મહાકુંભની વિશેષતા વિવિધતા અને તેની મહાનતામાં છે. આ આયોજનમાં કરોડો લોકો જોડાય છે. લાખો સંત, હજારો પરંપરાઓ, સેકડોં સંપ્રદાય, અનેક અખાડાઓ આ આયોજનનો ભાગ બને છે. કોઈ ભેદભાવ થતો નથી. આ અનેકતામાં એકતાનું દ્રશ્ય વિશ્વમાં અન્ય કોઈ સ્થળે જોવા નહીં મળે.

આ પણ વાંચો : બોટાદ: ઓઈલ મિલમાલિકના અપહરણમાં મોટો ખુલાસો, ફરાર આરોપીઓની ગાડીમાં હતો ભાજપનો ઝંડો

પીએમ મોદીએ કહ્યું કે ડિજિટલ નેવિગેશનની મદદથી ભક્તો મહાકુંભ 2025માં વિવિધ ઘાટ, મંદિરો અને સાધુઓના અખાડાઓ સુધી પહોંચી શકશે. આ નેવિગેશન સિસ્ટમ પાર્કિંગ સ્થળો સુધી પહોંચવામાં પણ મદદ કરશે. કુંભ ઈવેન્ટમાં પહેલીવાર AI ચેટબોટનો ઉપયોગ કરવામાં આવશે. આ ચેટબોટનો ઉપયોગ કરવામાં આવશે. AI ચેટબોટ દ્વારા કુંભ સંબંધિત તમામ પ્રકારની માહિતી 11 ભારતીય ભાષાઓમાં મેળવી શકાય છે. કોઈપણ વ્યક્તિ આ ચેટબોટમાંથી ટેક્સ્ટ ટાઈપ કરીને અથવા બોલીને કોઈપણ પ્રકારની મદદ માંગી શકે છે.

બસ્તર ઓલિમ્પિકથી નવી ક્રાંતિનો જન્મ

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે, મલેરિયા એ સ્વાસ્થ્ય પડકારો પૈકી એક હતો. પરંતુ WHO અનુસાર, ભારતમાં મલેરિયાના કેસો ઘટ્યા છે. તદુપરાંત બસ્તર ઓલિમ્પિકનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, બસ્તર ઓલિમ્પિકમાં 7 જિલ્લાના 1.65 લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ માત્ર એક આંકડો નથી, પરંતુ અમારા યુવાનોના સંકલ્પની ગૌરવ ગાથા છે.

Related News

Icon