
Operation Sindoor પર વિદેશ મંત્રાલય દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી રહી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ હાજર રહ્યાં હતા.
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે, પાકિસ્તાન સેનાએ પશ્ચિમ મોરચા પર આક્રમક ગતિવિધિ ચાલુ રાખી છે. લોન્ગ રેન્જ વેપન, લડાકુ વિમાનોનો ઉપયોગ કરી ભારતીય સેનાના ઢાંચાના નિશાન બનાવ્યું છે. નિયંત્રણ રેખા પર ફાયરિંગ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય સીમા અને Loc પર ફાયરિંગ કર્યું.
પાકિસ્તાને સ્કૂલોને નિશાન બનાવી
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, "ભૂજ, ઉદ્યમપુર, ભટિંડા,પઠાણકોટ સહિત 5 જગ્યાએ ઉપકરણોને નુકસાન પહોચાડ્યું છે. શ્રીનગર,અવંતીપુરામાં હોસ્પિટલ અને સ્કૂલને નિશાન બનાવવામાં આવી છે."
નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે પાકિસ્તાન
વિદેશ મંત્રાલયની પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે, પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને મોટુ નુકસાન થયું છે."
પાકિસ્તાને પંજાબમાં સ્પીડ મિસાઇલ છોડી
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, "પાકિસ્તાન ભારતીય સૈન્ય પ્રતિષ્ઠાનોને નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાને પંજાબમાં હાઇસ્પીડ મિસાઇલ છોડી હતી જેનો જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારતીય સશસ્ત્ર દળોએ જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના સૈન્ય ઠેકાણાઓ પર પ્રહાર કરવામાં આવ્યા છે. ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘણુ નુકસાન પહોંચાડ્યું છે.
ભારતીય એરબેઝ સુરક્ષિત, પાકિસ્તાન જૂઠ ફેલાવે છે
કર્નલ સોફિયા કુરેશીએ વીડિયો જાહેર કરતા બતાવ્યું કે ભારતના તમામ એરફોર્સ સ્ટેશન પુરી રીતે બરાબર છે અને તેને કોઇ નુકસાન થયું નથી. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેને સિરસા સહિત કેટલાક એરફોર્સ સ્ટેશનને નુકસાન પહોચાડ્યું છે.
https://twitter.com/ANI/status/1921076224345911617