
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં એરફોર્સનું ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. જોકે, પાયલોટ સુરક્ષિત છે. બનાવની જાણ થતા જ સ્થાનિક તંત્રની એક ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
https://twitter.com/ANI/status/1887441718850801714
એરફોર્સનું વિમાન ક્રેશ
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના કરૈરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જરગામા સાની સુનારી ચોકી પાસે પ્લેન ક્રેશ થયું છે. વિમાનમાં બેઠેલા બન્ને પાયલોટ ઘાયલ થયા છે. બન્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જોકે, બનાવની જાણ થતા જ પોલીસ અને એરફોર્સના અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાની તપાસ ચાલી રહી છે.