Home / India : MLA also turned out to be fake police alert leads to detention of three people

ધારાસભ્ય પણ નકલી નીકળ્યા, પોલીસની સતર્કતાથી PSO સહિત ત્રણ લોકોની અટકાયત

ધારાસભ્ય પણ નકલી નીકળ્યા, પોલીસની સતર્કતાથી PSO સહિત ત્રણ લોકોની અટકાયત

ગુજરાતમાં નકલી PMO, નકલી CMO, નકલી IPS, નકલી ED અધિકારી, નકલી ડેપ્યુટી કલેક્ટર જ નહીં, નકલી જજ સુધ્ધાં પકડાયા છે. હવે હિમાચલ પ્રદેશમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં નકલી ધારાસભ્ય, નકલી PSO સહિત ત્રણ લોકો ઝડપાયા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હિમાચલમાં નકલી ધારાસભ્ય ઝડપાયા

હિમાચલ પ્રદેશના સોલનમાં એક નકલી ધારાસભ્યની ગાડી અને નકલી PSO સાથે પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે જેમાં એક મહિલા પણ સામેલ છે. ગાડીમાંથી એક પિસ્ટોલ અને બે જીવતા કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા છે.આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પોલીસે હરિયાણાના નંબરની એક સ્કોર્પિયો ગાડીને રોકી હતી. આ ગાડીમાં હૂટર અને ફ્લેશ લાઇટ લાગેલી હતી. તપાસમાં ખબર પડી કે વર્ધીમાં રહેલો PSO નકલી હતો. સાથે જ પિસ્ટોલનું લાઇસન્સ પણ હરિયાણામાં જ માન્ય હતું.જ્યારે પોલીસે ગાડીના નંબરની તપાસ કરી તો તે હરિયાણાના નંબર અસલમાં એક ટોયોટા ક્રિસ્ટા ગાડીનો નીકળ્યો હતો. ગાડીનો નંબર HR06 AD0001 છે.

પોલીસે વાહન કબજે કરી ત્રણ લોકો સામે કેસ નોંધ્યો

સોલનના અધિક પોલીસ અધિક્ષક રાજકુમારે જણાવ્યું હતું કે, 'પોલીસે વાહન કબજે કર્યું છે અને ત્રણેય સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. શરૂઆતની તપાસમાં વાહનનો નંબર નકલી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે PMOમાં હોવાનો દાવો કરનાર વ્યક્તિ પણ કોઈ ઓળખપત્ર બતાવી શક્યો નથી.'

આમ, પોલીસની સતર્કતાને કારણે, એક મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે, વધુ તપાસ દ્વારા આ નકલી ધારાસભ્યનો હેતુ અને તેની પાછળના લોકોનો ખુલાસો થશે.

 

 

Related News

Icon