
ભારત સરકારે પહલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે વધુ એક મોટું પગલું ભર્યું છે. વાણિજ્ય મંત્રાલયે આ અંગે જાહેરનામું બહાર પાડી કહ્યું કે, ભારતે પાકિસ્તાનની તમામ વસ્તુઓ પર પ્રત્યક્ષ અને પરોક્ષ આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે.
પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ
સરકારના જાહેરનામાંમાં કહેવામાં આવ્યું હતું કે, 'આ સંબંધિત વિદેશ વ્યાપાર નીતિ (FTP) 2023 માં એક જોગવાઈ કરવામાં આવી છે. જેથી નવા આદેશ સુધી તાત્કાલિક પ્રભાવથી પાકિસ્તાનમાં ઉત્પન્ન થતાં અથવા ત્યાંથી નિકાસ કરવામાં આવતા સામાન પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ આયાત અથવા પરિવહન પર પ્રતિબંધ લગાવી શકાય.'
કોઈપણ અપવાદ માટે ભારત સરકારની મંજૂરી લેવી પડશે
DGFT (Directorate General of Foreign Trade)એ જાહેરનામાંમાં કહ્યું કે, 'આ પ્રતિબંધિત રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વજનિક નીતિના હિતમાં લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં કોઈપણ પ્રકારના અપવાદ માટે ભારત સરકારની મંજૂરી લેવી પડશે.' વિદેશ વ્યાપાર નીતિમાં 'પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ' શીર્ષક સાથે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
https://twitter.com/ANI/status/1918551819992666510
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે જો ભારત સિંધુ નદીનું પાણી રોકશે તો અમે હુમલો કરીશું. આસિફે શુક્રવારે આ નિવેદન આપ્યું હતું. પહેલગામ હુમલા પછી આસિફે કહ્યું હતું કે પાકિસ્તાન 30 વર્ષથી આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે. આ દરમિયાન ભારતે પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારનું X એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. શુક્રવારે જ ભારતે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફના સત્તાવાર યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને બ્લોક કરી દીધા હતા.