Home / India : More than 20 injured, numerous vehicles burnt to ashes

નાગપુર હિંસા: 20થી વધુ ઘાયલ, સંખ્યાબંધ વાહનો બળીને રાખ, 47ની ધરપકડ, જાણો સમગ્ર ઘટનાક્રમ

નાગપુર હિંસા: 20થી વધુ ઘાયલ, સંખ્યાબંધ વાહનો બળીને રાખ, 47ની ધરપકડ, જાણો સમગ્ર ઘટનાક્રમ

ઔરંગઝેબની કબર હટાવવાની માંગણી કરતી એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ધાર્મિક ગ્રંથ બાળવામાં આવશે તેવી અફવા ફેલાતા સોમવારે નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન થયેલા પથ્થરમારામાં ત્રણ પોલીસકર્મીઓ સહિત નવ લોકો ઘાયલ થયા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પોલીસે મહેલ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન દરમિયાન 40થી વધુ લોકોની ધરપકડ કરી હતી. અગાઉ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મુખ્ય મથક આવેલા મહલ વિસ્તારમાં ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે મહેલ પછી, હંસપુરી વિસ્તારમાં પણ અશાંતિના કેટલાક બનાવો નોંધાયા છે. અહીં પણ બદમાશોએ દુકાનોમાં તોડફોડ કરી અને પથ્થરમારો કર્યો. ઉપરાંત, વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

હાલમાં, વહીવટીતંત્રે નાગપુર શહેરના ઘણા વિસ્તારોમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દીધો છે. પોલીસ કમિશનર ડૉ. રવિન્દ્ર કુમાર સિંઘલે જણાવ્યું હતું કે નાગપુર શહેરના કોટવાલી, ગણેશપેઠ, લાકડાગંજ, પચપૌલી, શાંતિનગર, સક્કરદરા, નંદનવન, ઇમામવાડા, યશોધરા નગર અને કપિલ નગર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ કર્ફ્યુ આગામી આદેશો સુધી અમલમાં રહેશે.

https://publish.twitter.com/?url=

#

મુસ્લિમ સમુદાયે નારાજગી વ્યક્ત કરી

જો કે, મુસ્લિમ સમુદાયે આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ દરમિયાન ઉપયોગ કરાતી ચાદર પર ધાર્મિક ગ્રંથ લખ્યા હતા, જેને સળગાવવામાં આવ્યા. જેને જોતા, સમુદાયના લોકોએ મહલમાં આવેલી શિવાજીની પ્રતિમાની સામે પ્રદર્શન કર્યું. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવવાના પ્રયાસ કર્યા, પરંતુ તણાવ ઓછો ન થઈ શક્યો.

અનેક પોલીસકર્મીઓ ઘાયલ

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નિકેતન કદમ ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે બે અન્ય પોલીસકર્મીઓ પણ પથ્થરમારાના ભોગ બન્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાપ્ત માહિતી અનુસાર, ચિટનીસ પાર્કથી શુક્રાવરી તાલાબ રોડ હિંસાથી સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જ્યાં તોફાનીઓએ કેટલાક ફોર-વ્હીલર વાહનોને આગ ચાંપી દીધી હતી. તેમણે કહ્યું કે લોકોના ઘરો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

હિંસા કેવી રીતે શરૂ થઈ?


પોલીસના જણાવ્યા અનુસાર, હિંસા સોમવારે મોડી સાંજે શરૂ થઈ હતી જ્યારે બજરંગ દળના સભ્યોએ મહલ વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આંદોલન દરમિયાન ધાર્મિક ગ્રંથો બાળવામાં આવ્યા હોવાની અફવા ફેલાઈ હતી. બજરંગ દળના વિરોધ પ્રદર્શનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, જેના કારણે મુસ્લિમ સમુદાયના સભ્યોમાં રોષ ફેલાયો.

હજારો લોકોએ પથ્થરમારો કર્યો

મહલમાં હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે હિંસા અને આગચંપી દરમિયાન તેમની કારમાં આગ લાગી હતી. આ ઘટના સોમવારે રાત્રે ૮.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. ૫૦૦-૧૦૦૦ લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો. અમારી કાર ઉપરાંત, તેઓએ લગભગ 25-30 વાહનોમાં તોડફોડ કરી. બીજા એક સ્થાનિકે કહ્યું કે તોફાનીઓ પથ્થરો લઈને અહીં-ત્યાં દોડી રહ્યા હતા. તેઓએ અમારા ઘરો પર પથ્થરમારો કર્યો, બાળકો પર પણ. તેમણે અમારા દરવાજા અને બારીઓ તોડી નાખી.

Related News

Icon