Home / India : Mumbai attack conspirator Rana's extradition approved

મુંબઈ હુમલાના કાવતરાખોર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી, NIAની ટીમ અમેરિકા જશે

મુંબઈ હુમલાના કાવતરાખોર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી, NIAની ટીમ અમેરિકા જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને લઇને મોટી જાહેરાત કરી હતી, ટ્રમ્પે કહ્યું હતું કે આતંકી તહવ્વુર રાણાને વહેલીતકે ભારત રવાના કરવા માટે અમારા પ્રશાસને મંજૂરી આપી દીધી છે. રાણાને ભારત મોકલવામાં આવશે જ્યાં તે ન્યાયીક કાર્યવાહીનો સામનો કરશે. બીજી તરફ ભારતે તેને કઇ જેલમાં રાખવો અને સરેન્ડર કરાવવા સહિતની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.  
 
તહવ્વુર રાણા હાલ લોસ એન્જલ્સના ડિટેન્સન સેન્ટરમાં કેદ છે, મુંબઇમાં થયેલા આતંકી હુમલામાં રાણાની ભૂમિકા છે, તેણે આ હુમલા પહેલા રેકી કરીને તમામ માહિતી અન્ય આતંકી ડેવીડ કોલમન હેડલીને આપી હતી. રાણાએ અમેરિકાની તમામ કોર્ટોમાં ભારતમાં પ્રત્યાર્પણ સામે અપીલ કરી હતી જેને કોર્ટોએ ફગાવી દેતા હવે અંતે ટ્રમ્પ સરકારે પણ તેને ભારત મોકલવાને મંજૂરી આપી દીધી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરંસને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મને આજે જાહેરાત કરતા આનંદ થાય છે કે મારી સરકારે વિશ્વના સૌથી દુષ્ટ લોકોમાં સામેલ તહવ્વુર રાણાના ભારતમાં પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. તેને ભારતમાં મોકલવામાં આવશે કે જેથી ત્યાં જઇને તે ન્યાયીક કાર્યવાહીનો સામનો કરે. જાન્યુઆરી મહિનામાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાણાના પ્રત્યાર્પણને અંતીમ મોહર લગાવી દીધી હતી. બીજી તરફ અમેરિકાના પ્રમુખની જાહેરાત સાથે જ રાણાને ભારત લાવવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. 

મૂળ પાકિસ્તાની કેનેડીયન નાગરિકતા ધરાવતો તહવ્વુર રાણા મુંબઇમાં વર્ષ ૨૦૦૮માં થયેલા આતંકી હુમલાનો આરોપી છે. પાકિસ્તાનથી આવેલા ૧૦ આતંકીઓએ આ હુમલો કર્યો હતો જેમાં ૧૬૬ નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલામાં તહવ્વુર રાણાની ભૂમિકા સામે આવી છે. તેણે હુમલા પહેલા રેકી કરી હતી અને તમામ માહિતી અન્ય આતંકીઓ સુધી પહોંચાડી હતી. હવે તેને ભારતમાં લાવીને તેની સામે કાર્યવાહી કરાશે. વિદેશ સચીવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે રાણાના સરેન્ડર અને પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

Related News

Icon