
Tahawwur Rana Extradition Updates: મુંબઇમાં 26 નવેમ્બર 2008માં થયેલા આતંકી હુમલા પાછળના ષડયંત્ર સાથે જોડાયેલા એક મહત્ત્વના કેસમાં કેન્દ્ર સરકારે મોટું પગલુ ભર્યું છે. સરકારે એડવોકેટ નરેન્દ્ર માનને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) તરફથી કેસની સુનાવણી માટે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર નિયુક્ત કર્યા છે.
તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી વિરૂદ્ધ કેસની સુનાવણી કરશે
આ નિયુક્તિ NIAના કેસ નંબર RC-04/2009/NIA/DLI સાથે સંબંધિત છે, જે પાકિસ્તાન મૂળના તહવ્વુર હુસૈન રાણા અને ડેવિડ કોલમેન હેડલી વિરૂદ્ધ છે. આ બન્ને પર 26/11 હુમલાનું ષડયંત્ર રચવાનો ગંભીર આરોપ છે. હવે નરેન્દ્ર માન આ કેસની સુનાવણી માટે NIAની સ્પેશ્યલ કોર્ટ, દિલ્હી સંબંધિત અપીલ કોર્ટમાં કરશે.
https://twitter.com/ANI/status/1910174551067050269
ત્રણ વર્ષનો સમય અથવા ટ્રાયલ પૂર્ણ થવા સુધી જવાબદારી
નરેન્દ્ર માનને આ જવાબદારી ત્રણ વર્ષ માટે સોપવામાં આવી છે, જે આ નિયુક્તિનું નોટિફિકેશન જાહેર થવાની તારીખથી લાગુ માનવામાં આવશે.જો ટ્રાયલ આ પહેલા પૂર્ણ થઇ જાય છે તો તેમની જવાબદારી ત્યાં જ સમાપ્ત થઇ જશે.