
બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે વિપક્ષના નેતા તેજસ્વી યાદવની મુલાકાતથી રાજકારણ ગરમાયું છે. સીએમ નીતિશ કુમાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવની આ બેઠક મંગળવારે પટનાના સચિવાલયમાં થઈ હતી. જણાવી દઈએ કે નીતિશ કુમારે આરજેડી સાથે છેડો ફાડીને ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. જે પછી આજે પહેલી વખત નીતિશ કુમાર અને તેજસ્વી યાદવની મુલાકાત પણ ચર્ચાનો વિષય બની છે.
ભાજપા સાથે નીતિશ કુમારે જોડાણ કર્યા બાદ નીતિશ કુમાર અને તેજસ્વી સાથે સચિવાલયમાં થયેલી આ બેઠકને લઈને એક તરફ જોરદાર રાજકીય ગતિવિધિ ચાલી રહી હતી તો બીજી તરફ અનેક લોકો પોત-પોતાના અનુમાન લગાવી રહ્યા છે. બંને નેતાઓ વચ્ચેની મુલાકાત બાદ જ્યારે તેજસ્વી યાદવ બહાર આવ્યા ત્યારે તેમણે મુખ્યમંત્રી સાથે શું વાત કરી તે મીડિયાને જણાવ્યું હતું.
https://twitter.com/PTI_News/status/1830928960349212681
તેજસ્વી યાદવે મીડિયાને કહ્યું, 'મુખ્યમંત્રી સાથે નવમી જાતિ ગણના વિશે ચર્ચા કરી છે.' જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે, મુખ્યમંત્રીએ શું કહ્યું? ત્યારે તેજસ્વીએ કહ્યું કે મુખ્યમંત્રી કહી રહ્યા છે કે મામલો કોર્ટમાં છે. તો અમે પણ કહ્યું કે ભાઈ અમે પણ કોર્ટમાં પહોંચી ગયા છીએ.
હકિકત એ છે કે બંનેએ સરકારી બેઠકમાં હાજરી આપી હતી. આમાં કમિશનના સભ્યોના નામની ચર્ચા થવાની હતી અને એ જ થયું. પંચના સભ્યોની પસંદગીમાં વિપક્ષના નેતાની સલાહ પણ સમાન રીતે લેવામાં આવે છે, એટલા માટે તેઓ પણ આ બેઠકમાં મુખ્યમંત્રી સાથે હતા.