Home / India : No company can refuse to give maternity leave to a female employee: SC

કોઈ પણ કંપની મહિલા કર્મચારીને મેટરનીટી લીવ આપવાનો ઇનકાર કરી શકે નહીં: સુપ્રીમ કોર્ટ

કોઈ પણ કંપની મહિલા કર્મચારીને મેટરનીટી લીવ આપવાનો ઇનકાર કરી શકે નહીં: સુપ્રીમ કોર્ટ

Supreme Court On Maternity Leave: સુપ્રીમ કોર્ટે મેટરનિટી લીવ મુદ્દે મહિલાઓ માટે મહત્ત્વનો ચુકાદો આપતાં કહ્યું છે કે, મેટરનિટી લીવ પ્રત્યેક મહિલાનો પ્રસૂતિ લાભો અને પ્રજનન અધિકારોનો મહત્ત્વનો ભાગ છે. જે તેનો મૂળભૂત હક છે. તેને અવગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે તમિલનાડુની એક સરકારી મહિલા કર્મચારીની અરજી પર આ નિર્દેશ આપ્યો હતો. તમિલનાડુની એક સરકારી મહિલા કર્મચારીને તેના બીજા લગ્ન થકી પ્રેગનન્સી દરમિયાન એટલા માટે મેટરનિટી લીવ આપવામાં ન આવી હતી કારણકે, તેના પહેલા લગ્ન થકી બે બાળકો હતાં. તમિલનાડુ સરકારે તેની મેટરનિટી લીવ એટલા માટે રિજેક્ટ કરી કે, પહેલાં બે બાળકોના જન્મ પર જ મેટરનિટી લીવ મળે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મહિલાએ કરી અપીલ
મહિલાએ અપીલ કરી હતી કે, પહેલા લગ્નમાં બાળકોના જન્મ સમયે મેટરનિટી લીવનો લાભ લીધો ન હતો. બીજા લગ્ન બાદ તેને સરકારી શાળામાં નોકરી મળી હતી. સુપ્રીમે ચુકાદો આપ્યો કે, મેટરનિટી લીવ માતૃત્વ સુવિધા નિયમોનું અભિન્ન અંગ છે. તે મૂળભૂત હક છે. કોઈપણ સંસ્થા મેટરનિટી લીવના હકથી કોઈપણ મહિલાને વંચિત રાખી શકે નહીં.

મેટરનિટી લીવમાં કર્યો હતો વધારો
સુપ્રીમ કોર્ટે 2017માં માતૃત્વ લાભ અધિનિયમમાં સંશોધન કરી મેટરનિટી લીવ 12 સપ્તાહથી વધારી 26 સપ્તાહ કરી હતી. તમામ મહિલા કર્મચારીઓને પહેલા અને બીજા બાળકના જન્મ માટે મેટરનિટી લીવ મળે છે. બાળક દત્તક લેતી મહિલાને પણ 12 સપ્તાહની મેટરનિટી લીવ મળે છે. ઉલ્લેખનીય છે, સુપ્રીમ કોર્ટે અનેક મામલામાં મેટરનિટી લીવના હક પર ભાર મૂક્યો છે. એક કેસમાં કહ્યું હતું કે, મેટરનિટી લીવ તમામ મહિલા કર્મચારીઓનો મૌલિક હક છે. સરકારી હોય કે ખાનગી તમામ નોકરીમાં તેમને આ હક મળવો જોઈએ.

 

Related News

Icon