મહારાષ્ટ્રના રાજકારણમાં ભલે ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) નેતા એકનાથ શિંદે સાથે મળીને સરકાર ચલાવી રહ્યા હોય. પરંતુ બંને વચ્ચે હજુપણ શીત યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન એકનાથ શિંદે સામે બીજો પડકાર આવ્યો છે. સોમવારે (24મી ફેબ્રુઆરી) ભાજપના મંત્રી ગણેશ નાઈકે પોતાના ગઢ થાણેમાં જનતા દરબાર યોજી હતી. આ દરમિયા તેમણે જણાવ્યું હતું કે, 'રાજકારણમાં કોઈનો દબદબો કાયમી નથી. નેતૃત્વ બદલાતું રહ્યું છે. આ બાબત જનતાની સ્વીકૃતિ પર પણ આધાર રાખે છે કે કોનું વર્ચસ્વ રહેશે.'

