
વન નેશન વન ઈલેક્શન બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત લોકસભામાં પણ તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. બિલના સમર્થનમાં 269 વોટ પડ્યા હતા. જ્યારે વિરુદ્ધ 198 મત પડ્યા હતા. હવે આ બિલ JPC એટલે કે સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવશે. મંગળવારે જ કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે ગૃહમાં બિલ રજૂ કર્યું હતું. ખાસ વાત એ છે કે સંસદમાં પહેલીવાર ઈલેક્ટ્રોનિક વોટિંગ દ્વારા વોટિંગ થયું છે.
https://x.com/ANI/status/1854773575926136893">https://x.com/ANI/status/1854773575926136893
આ પણ વાંચોઃ ‘વન નેશન, વન ઈલેક્શન’ બિલ રજૂ કરાયું, લોકસભામાં પહેલીવાર ઈલેક્ટ્રોનિક મશીનથી વોટિંગ
‘એક દેશ, એક ચૂંટણી’ એટલે કે વન નેશન, વન ઈલેક્શન બિલ આજે લોકસભામાં રજૂ કરાયું હતું. આ બિલને 'બંધારણ (129મો સુધારો) બિલ 2024' નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કરતા જ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ જોરદાર હોબાળો કર્યો હતો. બીજી તરફ, નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ અને વાયએસઆરસીપીના જગન મોહન રેડ્ડીએ આ બિલને ટેકો જાહેર કર્યો હતો.
ઈલેક્ટ્રોનિક વોટિંગનો વિરોધ થતા પરચીનો વિકલ્પ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે આ બિલ મુદ્દે મતદાન શરૂ કરાયું. આ બિલની તરફેણમાં 269 અને વિપક્ષમાં 198 મત પડ્યા છે, જ્યારે કુલ 369 સભ્યે મતદાન કર્યું છે. આ બિલ માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ થઈ રહ્યું હોવાથી વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો. આ અંગે ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, તમને વાંધો હોય તો પરચી આપીને પણ મતદાન કરી શકો છો.
બીજી તરફ, વિપક્ષના હોબાળા વચ્ચે મતદાન પહેલા કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે વિપક્ષના હોબાળા વચ્ચે આ બિલ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવા માટે પણ પ્રસ્તાવ મૂક્યો હતો.
તમે ઈચ્છો એટલા દિવસ ચર્ચા કરી શકો છોઃ ઓમ બિરલા
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષને શાંત પાડતા કહ્યું હતું કે, ‘આ બિલ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવશે. તેમાં તમામ પક્ષના સભ્યો હશે અને આ મુદ્દે વ્યાપક ચર્ચા કરશે. આ બિલ આવે તે પહેલા પૂરતો સમય અપાશે, તમે ઈચ્છો એટલા દિવસ ચર્ચા કરી શકો છો.’