
ભારતીય સેનાએ વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર લદ્દાખમાં સિયાચિન ગ્લેશિયરમાં ઓપરેશન મેઘદૂતના 40 વર્ષ પૂર્ણ થવા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દુર્ગમ વિસ્તારમાં સેનાના જવાન સુરક્ષામાં લાગેલા જોવા મળે છે. વીડિયોમાં સફેદ ચાદરથી ઢંકાયેલા ઉંચા-ઉંચા પહાડો પર ચઢતા ભારતીય સેનાના જવાનોને બતાવવામાં આવ્યા છે. સિયાચિન ગ્લેશિયરમાં ઓપરેશન મેઘદૂતના 40 વર્ષની સફરને વીડિયોમાં બતાવવામાં આવી છે. વિશ્વના સૌથી ઉંચા યુદ્ધક્ષેત્ર લદ્દાખમાં સિયાચિન ગ્લેશિયરમાં ફરકાવવામાં આવેલા તિરંગાને પણ વીડિયોમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આ રીતે ઓપરેશન મેઘદૂતની થઇ હતી શરૂઆત
પાકિસ્તાની જનરલોએ 1983માં સિયાચિન પર પોતાનો દાવો મજબૂત કરવા માટે સેનાની ટુકડી મોકલવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય સેનાના પર્વતારોહણ અભિયાનોને કારણે તેમણે આ વાતનો ડર હતો કે ભારત સિયાચિન પર પોતાનો કબ્જો કરી શકે છે, જેને કારણે તેમણે સૌથી પહેલા પોતાની સેના મોકલવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને લંડનના એક સપ્લાયરને ઠંડીથી બચવા માટે કપડાનો ઓર્ડર આપ્યો હતો પરંતુ તેમણે આ ખબર નહતી કે તે સપ્લાયર ભારતને પણ ઠંડથી બચનારા કપડા પુરા પાડતો હતો.
ભારતને જ્યારે આ વાતની જાણ થઇ તો તેને પાકિસ્તાન પહેલા સિયાચિનમાં સેના મોકલવાનો પ્લાન તૈયાર કરી લીધો હતો. ભારતે પાકિસ્તાનના પર્વતારોહણ કાર્યક્રમો પર રોક લગાવવા માટે ઉત્તરી લદ્દાખમાં સેના અને ગ્લેશિયરના કેટલાક અન્ય ભાગમાં પેરામિલિટરી ફોર્સને તૈનાત કરવાનો નિર્ણય કર્યો હતો, તેના માટે 1982માં એન્ટાર્કટિકમાં થયેલા એક અભિયાનમાં ભાગ લઇ ચુકેલા સૈનિકોની પસંદગી કરવામાં આવી હતી જે આવી પરિસ્થિતિમાં રહેવા માટે સક્ષમ હતા.
પાકિસ્તાનની સેનાને હરાવવા માટે ભારતીય સેનાએ 13 એપ્રિલ 1984માં ગ્લેશિયર પર કબ્જો કરવાનો નિર્ણય કર્યો હતો, જે પાકિસ્તાનની નક્કી તારીખ 17 એપ્રિલથી ચાર દિવસ પહેલા હતો. આ ઓપરેશનનું કોડનેમ ‘ઓપરેશન મેઘદૂત’રાખવામાં આવ્યું હતું. આ ઓપરેશનની આગેવાનીની જવાબદારી લેફ્ટનન્ટ જનરલ પ્રેમનાથ હૂનના ખભા પર સોપવામાં આવી હતી. તે સમયે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર 15 કૉર્પના જનરલ કમાન્ડિંગ ઓફિસર હતા. ભારતીય સેનાના કર્નલ નરિંદર કુમાર ઉર્ફ બુલ કુમારની આગેવાનીમાં ચઢાઇની શરૂઆત થઇ હતી.
પાકિસ્તાનના પહોંચ્યા પહેલા જ સિયાચિન પર હતો ભારતનો કબ્જો
વાયુ સેનાના જહાજો દ્વારા સેનાના જવાનોને ઉંચાઇ પર પહોંચાડવાની સાથે જ ઓપરેશન મેઘદૂતની શરૂઆત થઇ હતી, તેના માટે વાયુ સેનાએ આઇએલ-76, એનએન-12 અને એન-32 વિમાનોને સામાન ઉપાડવા માટે મુક્યા હતા જે ઉંચા પોઇન્ટ પર સ્થિત એરબેસ પર સેના અને સામાનને પહોંચાડવા લાગ્યા હતા. તે બાદ ત્યાથી એમઆઇ-17, એમઆઇ-8, ચેતક અને ચીતા હેલિકોપ્ટર દ્વારા સેનાને આગળ પહોચાડવામાં આવી હતી.
આ ઓપરેશનનો પ્રથમ તબક્કો માર્ચ 1984માં ત્યારે શરૂ થયો જ્યારે ગ્લેશિયરના પૂર્વ બેસ પર સેનાએ પોતાનો પ્રથમ પગ મુક્યો હતો. કુમાઉં રેજીમેન્ટ અને લદ્દાખ સ્કાઉટની પુરી બટાલિયન હથિયારોથી લેસ થઇને બરફથી ઢંકાયેલા જોજિ-લા પાસથી આગળ વધવા લાગી હતી. આ ટુકડીની આગેવાની કરી રહેલા લેફ્ટનન્ટ કર્નલ (બાદમાં બ્રિગેડિયર) ડીકે ખન્નાએ પાકિસ્તાની રડારથી બચવા માટે આગળનો રસ્તો ચાલતા જવાનું નક્કી કર્યું હતું, તેના માટે સેનાને કેટલીક ટુકડીમાં વહેંચવામાં આવી હતી. ગ્લેશિયર પર કબ્જો કરવા માટે મેજર આરએસ સંધુની આગેવાનીમાં પ્રથમ ટુકડીને આગળ મોકલવામાં આવી હતી.
https://twitter.com/ANI/status/1778991452883755338