
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઓલ પાર્ટી મીટિંગ દરમિયાન કહ્યું કે Operation Sindoor હજુ પણ ચાલી રહ્યું છે. આ કારણે તેની સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ જાણકારી શેર કરી શકાય તેમ નથી. મીટિંગ દરમિયાન સંરક્ષણ મંત્રીએ કહ્યું કે Operation Sindoorમાં 100 આતંકી ઠાર મારવામાં આવ્યા છે. આ મીટિંગ એવા સમયે થઇ છે જ્યારે Operation Sindoor બાદ પાકિસ્તાને બદલો લેવાની વાત કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે અમે ચુપ નહીં બેસીયે અને ભારતે તેની કિંમત ચુકવવી પડશે.
https://twitter.com/AHindinews/status/1920390684801908900
Operation Sindoor બાદ ડોભાલ PM મોદીને મળ્યા
ડોભાલે પીએમ મોદીને સરહદ સુરક્ષા, આતંકવાદ વિરોધી પ્રયાસો અને ઓપરેશન સિંદૂરની વ્યૂહાત્મક સફળતા વિશે વિગતવાર માહિતી આપી. આ ઉપરાંત અજિત ડોભાલે પીએમ મોદી સાથે પાકિસ્તાન તરફથી સંભવિત પ્રતિક્રિયાઓ અને તેનો સામનો કરવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓની તૈયારીઓ પર પણ ચર્ચા કરી.
ભારતે પાકિસ્તાનમાં કરી હતી એરસ્ટ્રાઇક
ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. એર સ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે કે, 'ન્યાય થયો, જય હિન્દ'.