Home / India : Operation Sindoor: Israel's open support for India after the airstrike

Operation Sindoor: એરસ્ટ્રાઈક બાદ ઈઝરાયલનું ભારતને ખુલ્લુ સમર્થન, જાણો અન્ય દેશોએ શું કહ્યું

Operation Sindoor: એરસ્ટ્રાઈક બાદ ઈઝરાયલનું ભારતને ખુલ્લુ સમર્થન, જાણો અન્ય દેશોએ શું કહ્યું

ભારત પાકિસ્તાનના 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કર્યા બાદ વિશ્વભરથી પ્રતિક્રિયાની શરૂઆત થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એરસ્ટ્રાઈક પર નિવેદન આપ્યું છે. દુનિયાના અનેક દેશો ભારત સાથે સંપર્કમાં છે. એવામાં ઈઝરાયલે આ કાર્યવાહી બાદ ભારતને ખુલ્લુ સમર્થન આપ્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઈઝરાયલનું ભારતને ખુલ્લું સમર્થન 

ભારતમાં ઈઝરાયલના એમ્બેસેડરે X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, 'ભારતને આત્મરક્ષણનો અધિકાર છે. આતંકવાદીઓને ખબર પડવી જોઈએ કે નાગરિકો વિરુદ્ધ જઘન્ય ગુના બાદ તેમના માટે બચવા માટે કોઈ જગ્યા નથી.' 

અમેરિકા પણ ભારત સાથે સંપર્કમાં 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એરસ્ટ્રાઈક પર મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું છે કે, 'હું ઓફિસમાં આવ્યો અને હમણાં જ સમાચાર મળ્યા. કંઈક થવાનું હતું એ તો સૌ કોઈને અંદાજ હતો જ. હું આશા રાખું છું કે આ ટૂંક સમયમાં સમાપ્ત થશે. બંને દેશો ઘણા સમયથી લડી રહ્યા હતા.' 

બીજી તરફ અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ કહ્યું છે કે, 'હું ભારત અને પાકિસ્તાનની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે. શાંતિ સ્થાપના માટે બંને દેશોના નેતાઓ સાથે વાતચીત કરીશું.' અમેરિકાના વિદેશ મંત્રાલયનો દાવો છે કે ભારતીય NSA અજિત ડોભાલે અમેરિકાના NSA સાથે વાતચીત પણ કરી છે. 

Related News

Icon