
યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેના તરફથી એક મોટું નિવેદન બહાર આવ્યું છે. ભારતીય વાયુસેનાનું કહેવું છે કે ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ અંગેની માહિતી આગામી સમયમાં આપવામાં આવશે. વાયુસેનાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ X પર આ માહિતી આપી છે.
X પર ઓપરેશન ચાલુ રાખવાની માહિતી આપતાં, ભારતીય વાયુસેનાએ લખ્યું, ભારતીય વાયુસેના (IAF) એ ઓપરેશન સિંદૂરમાં સોંપાયેલ કાર્યોને ચોકસાઈ અને વ્યાવસાયિકતા સાથે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ કામગીરી રાષ્ટ્રીય ઉદ્દેશ્યોને અનુરૂપ વિચારપૂર્વક અને સમજદારીપૂર્વક હાથ ધરવામાં આવી હતી. કામગીરી હજુ ચાલુ હોવાથી, યોગ્ય સમયે વિગતવાર માહિતી આપવામાં આવશે.
https://twitter.com/IAF_MCC/status/1921460735575507121
ભારતીય વાયુસેના બધાને અનુમાન અને અપ્રમાણિત માહિતીના પ્રસારથી દૂર રહેવાની અપીલ પણ કરે છે.