ઉત્તરાખંડ વિધાનસભામાં આજે પુષ્કર સિંહ ધામી સરકાર દ્વારા જમીન બિલને પાસ કરાયું છે. આ બિલ ઉત્તરાખંડ (ઉત્તર પ્રદેશ જમીનદારી નાબૂદી અને જમીન સુધારણા અધિનિયમ, 1950) સુધારો બિલ, 2025 છે. આ નવા બિલને કારણે રાજ્યના ૧૩માંથી ૧૧ જિલ્લાઓમાં રાજ્ય બહારના લોકોને ખેતી અને બાગાયતી જમીન ખરીદવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને બહારના લોકો આ જિલ્લાઓમાં ખેતી માટે જમીન ખરીદી શકશે નહીં.

