
દિલ્હીમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ દિલ્હી રમખાણના આરોપી તાહિર હુસૈનને ટિકિટ આપી છે. તાહિર હુસૈન મુસ્તફાબાદ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર હશે. તાહિર હુસૈન અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં હતા.
https://twitter.com/asadowaisi/status/1866364282205610006
ઓવૈસીએ એક્સ પર તાહિર હુસૈનને લઇને જાહેરાત કરી છે. ઓવૈસીએ લખ્યુ, 'MCD કોર્પોરેટર તાહિર હુસૈન AIMIMમાં સામેલ થઇ ગયા છે. આગામી દિલ્હી વિધાનસભામાં તે મુસ્તફાબાદ વિધાનસભા બેઠક પરથી અમારા ઉમેદવાર હશે, તેમના પરિવારના સભ્ય અને સમર્થકોએ મારી સાથે મુલાકાત કરી છે અને પાર્ટીમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે.
જેલમાં બંધ છે તાહિર હુસૈન
મહત્ત્વપૂર્ણ છે કે દિલ્હીની એક કોર્ટે 2020ના દિલ્હી રમખાણના એક કેસમાં આ વર્ષે મેમાં પૂર્વ કોર્પોરેટર તાહિર હુસૈનને જામીન આપ્યા હતા. કોર્ટે કહ્યું કે તેમાં તેમની ભૂમિકા 'દૂરસ્થ પ્રકૃતિની' હતી અને તે ત્રણ વર્ષથી વધુ સમય કસ્ટડીમાં વિતાવી ચૂક્યા છે. જો કે, તાહિર હુસૈન જેલના સળિયા પાછળ રહેશે કારણ કે તે કોમી રમખાણોના મોટા ષડયંત્ર અને ધિરાણ સંબંધિત મની લોન્ડરિંગ કેસ સહિત અન્ય રમખાણોના કેસોમાં પણ આરોપી છે.
આ પણ વાંચો: દિલ્હી: AAPની બીજી યાદી જાહેર, મનીષ સિસોદિયા-અવધ ઓઝાને આપી ટિકિટ
દિલ્હીમાં 25 ફેબ્રુઆરી 2020માં ભીડે એક દુકાનમાં તોડફોડ કરીને આગ લગાવી હતી. આ ઘટનામાં ખજૂરી ખાસ પોલીસ સ્ટેશનમાં તાહિર હુસૈન વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે 25 હજાર રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને જામીન બોન્ડ અને સમાન રકમની સિક્યોરિટી ડિપોઝીટ પર જામીન આપવામાં આવે. કોર્ટે કહ્યુ કે જામીનની અન્ય શરતોએ પણ સામેલ છે કે તે દેશ છોડશે નહીં.