
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ફિરોઝપુર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદથી મોટા સમાચાર આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે 7-8 મેની રાત્રે, BSF એ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો છે.
પાકિસ્તાની ઘુસણખોર જાણી જોઈને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતો જોવા મળ્યો
સૂત્રોના હવાલાથી એ પણ જાણવામાં આવ્યું છે કે આ પાકિસ્તાની ઘુસણખોર જાણી જોઈને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતો જોવામાં આવ્યો હતો અને તે અંધારાનો લાભ લઈને સરહદ સુરક્ષા વાડ તરફ આગળ વધી રહ્યો હતો.
BSFએ ઘુસણખોરને ઠાર માર્યો
પહેલાથી જ સતર્ક BSF જવાનોએ તેમને પડકાર ફેંક્યો અને પછી ગોળીબાર કર્યો હતો. અથડામણમાં પાકિસ્તાની ઘુસણખોરને BSFએ ઠાર માર્યો હતો. BSFએ ઘુસણખોરને ઠાર માર્યો હતો. પાકિસ્તાનનીનો મૃતદેહ BSFએ પછી પોલીસને સોંપ્યો હતો.