ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં 'ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો. 08 અને 09 મે 2025ની રાત્રે જમ્મુ અને કાશ્મીર અને પંજાબના અનેક શહેરો પર ડ્રોન હુમલાના પ્રયાસમાં પાકિસ્તાનના દુસ્સાહસનો જવાબ આપતા ભારતીય સેનાએ કાર્યવાહી કરી હતી. ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડ પર સંપૂર્ણ તાકાતથી હુમલો કરીને રાખમાં મીલાવી દીધા.
https://twitter.com/ANI/status/1921089056840314930
શુક્રવારે રાત્રે પાકિસ્તાને ફરી ડ્રોન હુમલો કર્યો
શુક્રવારે સાંજે પાકિસ્તાને ફરી એકવાર ભારત પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા. આ સમય દરમિયાન ભારતના S-400 એટલે કે સુદર્શન ચક્રે તેનો નાશ કર્યો. એવું કહેવાય છે કે પાકિસ્તાને 100થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા, જોકે આમાં કોઈ ખાસ નુકસાનના સમાચાર નથી. જેના જવાબમાં ભારતે શનિવારે સવારે પાકિસ્તાન સામે વળતો પ્રહાર કર્યો. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનના ઘણા એરપોર્ટને નુકસાન થયું છે. પાકિસ્તાન દ્વારા પંજાબમાં એક હાઇ-સ્પીડ મિસાઇલ પણ છોડવામાં આવી હતી, જેનાથી વધારે નુકસાન થઈ શક્યું ન હતું. સેના અને વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, પાકિસ્તાન જાણી જોઈને હવાઈ મથકોને નિશાન બનાવી રહ્યું છે.