ભાજપ સાંસદ નિશિકાંત દુબેની સુપ્રીમ કોર્ટ પર વિવાદિત ટિપ્પણી વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે મોટું નિવેદન આપ્યું છે. ઉપરાષ્ટ્રપતિએ બંધારણમાં ભારત સરકારના નિર્ધારિત માળખામાં ન્યાયતંત્રના અધિકારક્ષેત્ર પર ફરી એકવાર સવાલ ઉઠાવ્યા છે.
સાંસદ જ બંધારણના અંતિમ માલિક
જગદીપ ધનખડે કહ્યું કે સંસદ સર્વોચ્ચ છે અને સાંસદ જ બંધારણના અંતિમ માલિક છે, તેનાથી ઉપર કોઇ પદાધિકારી નથી હોઇ શકતો.
દિલ્હી યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમમાં બોલતા, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે 1977માં કટોકટી લાદનાર વડાપ્રધાનને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. તેથી, તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે બંધારણ લોકો માટે છે અને તે તેના રક્ષણનો ભંડાર છે.
સંસદ જ સુપ્રીમ
જગદીપ ધનખડે કહ્યું કે ચૂંટાયેલા સાંસદ જ બંધારણને લઇને અંતિમ સ્વામી છે. બંધારણમાં સંસદથી ઉપર કોઇ પદાધિકારીની કલ્પના કરવામાં આવી નથી. સંસદ સર્વોચ્ચ છે અને આવી સ્થિતિમાં આ દેશ દરેક વ્યક્તિ જેટલો જ સુપ્રીમ છે. મહત્ત્વપૂર્ણ છે કે તાજેતરમાં ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ સુપ્રીમ કોર્ટ દ્વારા વકફ કાયદાને લઇને ટિપ્પણીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે જો આવું જ છે તો સંસદને બંધ કરી દેવી જોઇએ. જ્યારે સુપ્રીમ પાવર કોર્ટ પાસે જ છે તો સંસદની શું જરૂર છે?