
પંજાબનો સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને મોહાલી કોર્ટે હાલમાં જ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત કર્યો છે. આજે કોર્ટે તેને આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ મામલે કોર્ટે 28 માર્ચે જ તેને દોષિત જાહેર કરી દીધો હતો. તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે પીડિતાને સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે. આ દુષ્કર્મના કેસમાં કુલ છ આરોપી હતાં. જેમાં પુરાવાના અભાવે પાંચનો બચાવ થયો હતો. પરંતુ બજિન્દર વિરૂદ્ધ પુરાવા સાબિત થતાં તેને સજા ફટકારવામાં આવી છે.