
બુધવારે આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કેન્દ્રો પાસે નાસભાગમાં 6 લોકોના મોત થયા છે. વાસ્તવમાં, સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ વૈકુંઠ દ્વાર દર્શનની ટિકિટ માટે તિરુપતિના વિવિધ ટિકિટ કેન્દ્રો પર કતારમાં ઉભા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે બૈરાગી પાટિડા પાર્કમાં ભક્તોને કતારમાં ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.
નાસભાગને કારણે અરાજકતા સર્જાઈ હતી, જેમાં મલ્લિકા નામની મહિલાનું મોત થયું હતું. મૃતક શ્રદ્ધાળુઓમાંથી એક તમિલનાડુના સાલેમનો રહેવાસી હતો. આ ઘટનામાં ઘાયલ અન્ય ચાર શ્રદ્ધાળુઓ RUIA હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થિતિ વણસતી જોઈને તિરુપતિ પોલીસે ચાર્જ સંભાળી લીધો અને સ્થિતિને કાબુમાં લીધી.
કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 4000 લોકો દર્શન માટે કતારમાં ઉભા હતા. ટેમ્પલ કમિટીના ચેરમેન બીઆર નાયડુ પરિસ્થિતિને લઈને ઈમરજન્સી બેઠક કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના અધિકારીઓએ મૃતક ભક્તોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આપવાની જાહેરાત કરી છે.