વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચીને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડુબકી લગાવી હતી. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યાં હતા. વડાપ્રધાન મોદી ગળા અને હાથમાં રૂદ્રાક્ષની માળા સાથે જોવા મળ્યા હતા.PM મોદીએ સંગમમાં આસ્થાની ડુબકી લગાવી હતી. PM મોદીએ મા ગંગાને પ્રણામ કર્યા હતા અને તે બાદ ડુબકી લગાવી હતી.
https://twitter.com/ANI/status/1887016903555867123
વડાપ્રધાન મોદીએ પ્રયાગરાજમાં સંગમમાં ડુબકી લગાવી ત્રિવેણી સંગમ પર પૂજા-અર્ચના કરી હતી.
https://twitter.com/ANI/status/1887023420690587967
વડાપ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બોટમાં સવાર થઇને ગંગા,યમુના અને સરસ્વતી નદીના પવિત્ર સંગમ પર પહોંચ્યા હતા.
https://twitter.com/ANI/status/1887011335344423359
મહત્ત્વપૂર્ણ છે કે 13 જાન્યુઆરીએ મહાકુંભ 2025નો પ્રારંભ થયો હતો અને આ 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રી સુધી ચાલવાનો છે. વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક આયોજન માનવામાં આવે છે જેમાં વિશ્વભરના શ્રદ્ધાળું સામેલ થઇ રહ્યાં છે. સંગમમાં અત્યાર સુધી 38 કરોડથી વધુ શ્રદ્ધાળું સ્નાન કરી ચુક્યા છે.