Home / India : PM Modi meets family of Shubham Dwivedi, who died in Pahalgam attack

VIDEO: PM Modiએ પહેલગામ હુમલાના મૃતક શુભમ દ્વિવેદીના પરિવાર સાથે કરી મુલાકાત

VIDEO: PM Modiએ પહેલગામ હુમલાના મૃતક શુભમ દ્વિવેદીના પરિવાર સાથે કરી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના કાનપુરમાં અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું છે. આ સાથે તેમણે પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવાર સાથે પણ મુલાકાત કરી છે. તેમણે કાનપુરના ચકેરી એરપોર્ટ પર પરિવારને મળ્યા હતા. પહલગામ હુમલામાં આતંકવાદીઓએ દ્વિવેદીની હત્યા કરી દીધી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વડાપ્રધાને શુભમની પત્ની એશન્યાના ખબરઅંતર પૂછ્યા

વડાપ્રધાન શુભમ દ્વિવેદીના પરિવારને આશ્વાસન આપ્યું છે કે, હજુ આતંકવાદ વિરુદ્ધની લડાઈ ખતમ થઈ નથી. આ સાથે વડાપ્રધાન શુભમની પત્ની એશન્યાના ખબરઅંતર પૂછ્યા હતા. તેમણે કહ્યું કે, અમે આ જધન્ય ગુના વિરુદ્ધ પરિવારની સાથે ઉભી છીએ.

પીએમ સાથે મુલાકાત કર્યા બાદ એશન્યાએ શું કહ્યું?

પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ એશન્યાએ કહ્યું કે, ‘ઓપરેસન સિંદૂરની સફળતા બદલ અમે તેમનો આભાર વ્યક્ત કર્યો છે. જવાબમાં, તેમણે અમને કહ્યું કે, આ તો ફક્ત શરૂઆત છે અને આગળ એક લાંબી લડાઈ બાકી છે. અમારી મુલાકાત લગભગ 5 થી 10 મિનિટ ચાલી હતી.’

PM મોદીએ કાનપુરમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ 26 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાનપુરમાં છે. આ દરમિયાન તેમણે અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ભાજપના ઘણા મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા.

Related News

Icon