
PM નરેન્દ્ર મોદીએ સોમવારે બિહારના ભાગલપુરથી ખેડૂતો માટે PM Kisan યોજનાનો 19મો હપ્તો રિલિઝ કર્યો છે. બિહારના ભાગલપુરથી દેશના 9.8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં રૂપિયા 22 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, પીએમ મોદીએ બિહારના ભાગલપુરથી પીએમ કિસાન સન્માન યોજનાના 19માં હપ્તો રિલિઝ કર્યો છે. જેમાં 9.8 કરોડ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 22000 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. પીએમ કિસાન યોજનાના 18માં હપ્તા વખતે લાભાર્થીઓની સંખ્યા 9.6 કરોડથી વધીને 9.8 કરોડે પહોંચી છે. PM Kisan યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં કુલ 3.68 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.
https://twitter.com/ANI/status/1893967832011956250
ખેડૂતોને આર્થિક સહાય કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2019માં પીએમ કિસાન સન્માન યોજના શરૂ કરી હતી, જે દુનિયાની સૌથી મોટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર સ્કીમ છે. પીએમ-કિસાન યોજના હેઠળ, દરેક લાભાર્થી ખેડૂતને દર ચાર મહિને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં કુલ 6,000 રૂપિયાનો વાર્ષિક લાભ આપવામાં આવે છે. બધા પાત્ર ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. સીધા બેન્ક ટ્રાન્સફર દ્વારા ખાતાઓમાં પૈસા મોકલવામાં આવે છે. જેથી ખેડૂતો આર્થિક રીતે મજબૂત બની શકે. આ યોજનાથી ખેડૂતોને ખેતી કરવા માટે જરૂરી ખાતર બિયારણ ખરીદવામાં આર્થિક સહાય મળી રહે છે.
આ રીતે ચેક કરો સ્ટેટસ
સ્ટેટ્સ ચેક કરવા માટે, તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સૌથી પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ઓપન કરો
જ્યાં ‘Know Your Status’ વિકલ્પ દેખાય તેના પર ક્લિક કરવું.
અહીં તમારો પીએમ કિસાન યોજનાનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો.
જો પીએમ કિસાન યોજનાનો રજિસ્ટ્રેશન નંબર યાદ ન હોય તો તમારે Know your registration no પર ક્લિક કરો. અહીંથી તમે આ નંબર જાણી શકો છો.
પછી તમને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ દાખલ કરી Get Details બટન પર ક્લિક કરો.
અહીં જાણી શકશો કે, પીએમ કિસાન યોજનાનો હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં જમા થયો છે કે નહીં.