Home / India : PM Modi's telephonic conversation with Elon Musk

PM મોદીની Elon musk સાથે ટેલિફોનિક વાતચીત, ઈન્ટરનેટ - AI અને અંતરિક્ષ સંશોધન પર થઈ ચર્ચા

PM મોદીની Elon musk સાથે ટેલિફોનિક વાતચીત, ઈન્ટરનેટ - AI અને અંતરિક્ષ સંશોધન પર થઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદીએ મસ્ક સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. પીએમ મોદી અને મસ્ક વચ્ચેની વાતચીતમાં આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં તેમની મુલાકાત દરમિયાન ચર્ચા થયેલા વિષયો પણ આવરી લેવામાં આવ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

PM મોદીએ મસ્ક સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આ વાતચીત અંગે જણાવ્યું હતું કે,  મેં મસ્ક સાથે ટેકનોલોજી અને ઈનોવેશન સેક્ટરમાં જોડાણની અપાર શક્યતાઓ પર ચર્ચા કરી છે. આ સાથે, ભારત આ ક્ષેત્રોમાં અમેરિકા સાથે તેની ભાગીદારી આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

અંતરિક્ષ સંશોધન અને AI અંગે પણ વાત થઈ

પીએમ મોદી અને મસ્કે આજે ટેકનોલોજી, સ્પેસ રિસર્ચ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં ભારત અને અમેરિકા વચ્ચે સહયોગની અપાર શક્યતાઓ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ મસ્કને ભારતની 'લઘુત્તમ સરકાર, મહત્તમ શાસન' નીતિ પર ભાર મૂક્યો હતો.

મસ્કે ભારતમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં રસ દાખવ્યો

મસ્કે આ વાતચીત દરમિયાન ભારતમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની રુચિનો પુનરોચ્ચાર કર્યો હતો. જે હાલમાં નિયમનકારી મંજૂરીની રાહ જોઈ રહી છે. મસ્કે પીએમ મોદી સાથે ટેસ્લા દ્વારા ભારતમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા અને ઇલેક્ટ્રિક વાહનો પર આયાત ડ્યુટી ઘટાડવા અંગે પણ ચર્ચા કરી હતી.

ફેબ્રુઆરી 2025 માં બંને વચ્ચે વાતચીત થઈ હતી

ઉલ્લેખનીય છે  કે ફેબ્રુઆરી 2025માં વોશિંગ્ટન ડીસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈલોન મસ્ક વચ્ચે બેઠક થઈ હતી. જેમાં મસ્કે મોદીને સ્પેસએક્સના સ્ટારશિપ ફ્લાઇટ ટેસ્ટમાંથી હીટશીલ્ડ ટાઇલ ભેટમાં આપી હતી. પીએમ મોદીએ મસ્કના બાળકોને રવિન્દ્રનાથ ટાગોર, આરકે નારાયણ અને પંચતંત્રના પુસ્તકો ભેટમાં આપ્યા હતા. આ બેઠકમાં, ભારતમાં ટેસ્લાના ઉત્પાદન અને સ્ટારલિંકની નિયમનકારી મંજૂરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Related News

Icon