
સંસદના મકર ગેટ નજીક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થયેલી ધક્કામુક્કી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી પોલીસ હવે આ મામલે તપાસ આગળ ધપાવી છે અને સંસદ સંકુલના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરશે. સૂત્રોના જણાવ્યાનુસાર, દિલ્હી પોલીસે આ અંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પાસે મંજૂરી પણ માંગી છે.
આ પણ વાંચોઃ VIDEO: ‘સોમનાથ સૂર્યવંશીના મોત માટે ફડણવીસ જવાબદાર’, રાહુલ ગાંધીએ કર્યા સનસનીખેજ આક્ષેપ
પોલીસ કરી રાહુલ ગાંધીને નોટિસ મોકલવાની તૈયારી
સૂત્રોના જણાવ્યાનુસાર, દિલ્હી પોલીસ ઘટનાસ્થળ પર રીક્રિએટ કરી શકે છે. આ ઉપરાંત પોલીસ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તપાસમાં જોડાવા માટે નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે. ઈજાગ્રસ્ત સાંસદોના નિવેદન લીધા બાદ અને ફૂટેજ મેળવ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે જઈને ઘટનાસ્થળ પર રીક્રિએટ કરી શકે છે.
રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ
19મી ડિસેમ્બરે સંસદની બહાર વિપક્ષના પ્રદર્શન દરમિયાન ધક્કામુક્કી થઈ હતી. જેમાં ભાજપના બે સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઈજગ્રસ્ત થયા હતા. આ ઘટના પછી ભાજપે આરોપ લગાવ્યો હતો કે આ બંને સાંસદોને રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હતો. 19મી ડિસેમ્બરની સાંજે ભાજપના સાંસદ હેમાંગ જોશી, અનુરાગ ઠાકુર અને બાંસુરી સ્વરાજ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાયિક સંહિતા (BNS)ની કલમ 109 (હત્યાનો પ્રયાસ) હટાવીને અને ફરિયાદમાં આપવામાં આવેલી અન્ય તમામ કલમો ઉમેરીને કેસ નોંધ્યો હતો.
આટલો બધો હંગામો કેમ થયો
રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડો. આંબેડકર પર ટિપ્પણી કરી હતી. આ અંગે વિપક્ષ ખૂબ જ આક્રમક મૂડમાં આવી ગયો હતો. કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોએ આ નિવેદનને લઈને સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો મચાવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે માફી માંગવી જોઈએ અને પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ તેવી વિપક્ષે માંગ કરી હતી.