
દેશના પાટનગર દિલ્હીમાંથી એકમાત્ર નદી યમુના પ્રસાર થાય છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા યમુના નદીના પ્રદૂષણને લઇને રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાન મોદીથી લઇને ભાજપના નેતાઓએ યમુના નદીમાં ઝેર ભેળવવાના અને પ્રદૂષણને લઇને આપવામાં આવેલા એક નિવેદન પર કેજરીવાલ પર જોરદાર પ્રહાર કર્યા છે. આ પહેલા આપણે સમજવું પડશે કે યમુના નદી પ્રદૂષિત કેવી રીતે થઇ?
દિલ્હીમાં યમુનાનો 2 ટકા ભાગ, 80% પ્રદૂષણ
દેશના પાટનગર દિલ્હીમાંથી પસાર થતી એકમાત્ર નદી યમુના છે. યમુના, જે એક સમયે સ્વચ્છ અને શુદ્ધ હતી, તે છેલ્લા ઘણા દાયકાઓથી પ્રદૂષિત થઇ રહી છે જેના કારણે યમુનાનું પાણીનું સ્તર અને વિસ્તાર સંકોચાઇ રહ્યો છે.સાત રાજ્યમાંથી પસાર થતી યમુનાની લંબાઇ દિલ્હી આવીને જે 7 રાજ્યોમાંથી પસાર થતી યમુનાની કૂલ 1,370 કિમી લંબાઇના માત્ર 2% જ છે પરંતુ યમુનાના આ 2 ટકામાં નદીનું 80%થી વધુ પ્રદૂષણ વહે છે જેના કારણે દિલ્હીમાં યમુનાના ઘટતા જળસ્તરનો અંગાજ લગાવી શકાય છે.
યમુનાનું પાણી ફીણવાળું કેમ બને છે?
દિલ્હીમાં યમુના વઝીરાબાદ બેરેજથી પ્રવેશ કરે છે.દિલ્હીમાં પ્રવેશ કરતી વખતે સ્વચ્છ રહેતી યમુના નદીનું પાણી દિલ્હીમાં પ્રવેશ્યા પછી ગંદુ અને ઝેરી બનવા લાગે છે.થોડા કિલોમીટર સુધી વહ્યાં પછી દિલ્હીમાં યમુના નદીનું પાણી કાળું દેખાય છે. આનું કારણ ગંદા નાળા છે જેનું પાણી યમુનામાં છોડવામાં આવે છે. ગટરોમાં ગંદકી માત્ર યમુનાના પાણીને દૂષિત કરતી નથી, પરંતુ તે દુર્ગંધ પણ ફેલાવવા લાગે છે. આ પ્રદૂષિત પાણી ITO થઈને કાલિંદી કુંજ જાય છે. ત્યાં પહોંચે ત્યાં સુધીમાં, નદી એટલી બધી ગંદકીમાં ભળી જાય છે કે તે ગંદા નાળામાં ફેરવાઈ જાય છે. દિલ્હીમાં યમુનાનો પ્રવાહ ફક્ત 22 કિલોમીટર સુધીનો છે, પરંતુ આ 22 કિલોમીટરમાં જ કુલ 40 નાળાઓનું ગંદુ પાણી યમુનામાં પડે છે. એનો અર્થ એ થયો કે દર બે કિલોમીટરે બે નાળા યમુનાને પ્રદૂષિત કરતા રહે છે.
યમુના નદી ક્યાથી નીકળે છે?
ટિહરી-ગઢવાલ જિલ્લામાં યમુનોત્રીમાંથી નીકળતી યમુના ઉત્તર પ્રદેશના પ્રયાગમાં જઇને ગંગા નદીમાં ભળી જાય છે. આ વાતને માનવાનો કોઇ ઇનકાર નથી કરી શકતો કે યમુના ભારતની સૌથી વધુ પ્રદૂષિત નદીમાંથી એક છે.
યમુનામાં પ્રદૂષણનું સ્તર ખતરનાક
યમુનામાં પ્રદૂષણનું સ્તર ખતરનાક છે અને દિલ્હીની બહાર આ નદી મરી રહી છે. જાણકારો માને છે કે આ પાછળનું કારણ ઔદ્યોગિક પ્રદૂષણ છે; ફેક્ટરીઓમાંથી પ્રદૂષિત પાણી કોઈપણ ટ્રીટમેન્ટ વિના સીધું નદીમાં છોડવામાં આવે છે. યમુના કિનારે રહેતી વસ્તી મળમૂત્ર અને ગંદકી સીધી નદીમાં ફેંકે છે. આ ઉપરાંત ધાર્મિક બધી મૂર્તિઓ અને અન્ય સામગ્રી નદીમાં વિસર્જન કરવામાં આવે છે પરંતુ આમાં સૌથી ખતરનાક રાસાયણિક કચરો છે.
યમુના 1,290 કિલોમીટરનું અંતર કાપે છે. દિલ્હીથી ચંબલ સુધીનો 700 કિલોમીટરનો વિસ્તાર સૌથી પ્રદૂષિત છે, જેમાં દિલ્હી, આગ્રા અને મથુરા સૌથી વધુ પ્રભાવિત છે. દિલ્હીના વઝીરાબાદ બેરેજમાંથી નીકળ્યા પછી યમુના નદીની હાલત ખરાબ થઇ જાય છે. આ સ્થળોના પાણીમાં ઓક્સિજન નથી. ચંબલ પહોંચ્યા પછી, આ નદીને નવું જીવન મળે છે અને તે ફરીથી તેના મૂળ સ્વરૂપમાં પાછી આવે છે.
એવું નથી કે નદીની સ્થિતિ સુધારવા માટે પ્રયાસો કરવામાં આવ્યા નહતા.અનેક પ્રયાસો છતા પરિસ્થિતિ એવી જ રહી છે.
યમુના કેવી રીતે સ્વસ્થ થશે
યમુના એક્શન પ્લાનના બે તબક્કામાં આટલા પૈસા ખર્ચ્યા પછી પણ જો નદીની સ્થિતિ એવી જ રહે છે તો તેનો સ્પષ્ટ અર્થ એ થાય કે જે કરવામાં આવ્યું તે યોગ્ય નથી. નદીને સ્વચ્છ રાખવા માટે પાણીને વહેતું રાખવું જરૂરી છે. દરેક જગ્યાએ બંધ બનાવીને તેને રોકવાથી કામ નહીં ચાલે. દિલ્હીની પેલે પાર જે વહી રહ્યું છે તે યમુના નદી નથી પણ ગટરનું પાણી છે. જો તમે પહેલા ગટરનું પાણી નદીમાં છોડો અને પછી તેને ટ્રીટ કરતા રહો, તો નદી ક્યારેય સ્વચ્છ નહીં બની શકે.પર્યાવરણવિદ અનુપમ મિશ્રા કહે છે કે ભારતમાં જે પ્રકારના હવામાન ચક્ર છે, તેમાં દરેક નદી, ભલે તે ગમે તેટલી પ્રદૂષિત હોય, પુર દરમિયાન વર્ષમાં એકવાર પોતાને સાફ કરે છે.