
ઇંદિરા ગાંધીના શાસન સમયે ભારતે પાકિસ્તાનના બે ભાગ પાડીને ૧૯૭૧માં બાંગ્લાદેશની રચના કરી હતી, બાંગ્લાદેશના સ્વતંત્રતા દિન, ભારતનો વિજય દિવસ અને ઇંદિરા ગાંધીને યાદ કરીને પ્રિયંકા ગાંધીએ હાલમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચારને લઇને કેન્દ્ર સરકારને ઘેરી હતી.
આ પણ વાંચો: 'પાર્લામેન્ટમાં પેલેસ્ટાઈન લખેલી બેગ લઈને જવું એ હિંમતનું કામ', પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ કર્યા પ્રિયંકા ગાંધીના વખાણ
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી મંગળવારે બાંગ્લાદેશના હિંદુઓ અને ખ્રિસ્તીઓ માટે સમર્થનની બેગ લઈને સંસદ પહોંચ્યા હતા. આના એક દિવસ પહેલા પ્રિયંકા ગાંધી પેલેસ્ટાઈનનું સમર્થન કરતી બેગ લઈને સંસદમાં ગઈ હતી. જેનો ભાજપે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે પ્રિયંકા અને કોંગ્રેસને બાંગ્લાદેશના હિન્દુઓનું દર્દ દેખાતું નથી. આ બેગ પર લખેલું છે - 'બાંગ્લાદેશના હિંદુઓ અને ખ્રિસ્તીઓ સાથે ઊભા રહો.'
પ્રિયંકા સોમવારે એક હેન્ડબેગ લઈને સંસદ પહોંચ્યા હતા, જેના પર પેલેસ્ટાઈનના લોકો પ્રત્યે સમર્થન અને એકતા દર્શાવતા "પેલેસ્ટાઈન" લખેલું હતું. પ્રિયંકા ગાંધી સંસદમાં જે બેગ લઈને ગયા હતા તેના પર "પેલેસ્ટાઈન" લખેલું હતું અને તરબૂચ જેવા પેલેસ્ટિનિયન પ્રતીકો પણ હતા, જે પેલેસ્ટિનિયન એકતાનું પ્રતીક માનવામાં આવે છે. તરબૂચ પેલેસ્ટિનિયન સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. કાપેલા તરબૂચની તસવીર અને ઈમોજીનો ઉપયોગ ઘણીવાર પેલેસ્ટાઈનના લોકો સાથે એકતા દર્શાવવા માટે થાય છે.
આ પણ વાંચો: 'કેજરીવાલ છેતરપિંડી કરી રહ્યા છે...', BJP મહિલા મોરચાનો AAP પ્રમુખના ઘરની બહાર વિરોધ પ્રદર્શન
સંબિત પાત્રાએ સાધ્યું હતું નિશાન
પ્રિયંકા ગાંધીની પેલેસ્ટાઈન બેગ પર ભાજપના નેતા અને સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે ગાંધી પરિવાર હંમેશા તુષ્ટિકરણની થેલી લઈને આવ્યો છે અને ચૂંટણીમાં તેમની હારનું કારણ તુષ્ટિકરણની થેલી છે. તાજેતરમાં, નવી દિલ્હીમાં પેલેસ્ટાઈન દૂતાવાસના પ્રભારી અબેદ એલરાઝેગ અબુ જાઝર, પ્રિયંકા ગાંધીને મળ્યા હતા અને તેમને તાજેતરની વાયનાડ ચૂંટણીની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.