Home / India : Rahul Gandhi made a special demand to the government for Dalits, wrote a letter to Union Minister

રાહુલ ગાંધીએ દલિતો માટે સરકાર સમક્ષ કરી ખાસ માંગ, કેન્દ્રીય મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારને લખ્યો પત્ર

રાહુલ ગાંધીએ દલિતો માટે સરકાર સમક્ષ કરી ખાસ માંગ, કેન્દ્રીય મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારને લખ્યો પત્ર

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સોમવારે (ત્રીજી માર્ચ) કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમારને પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) અને રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ(NCBC)માં ખાલી પડેલી જગ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ વિરેન્દ્ર કુમારના નામે લખેલા પત્રમાં લખ્યું કે, 'હું આ પત્રના માધ્યમથી બે મહત્ત્વપૂર્ણ બંધારણીય સંસ્થાઓ-રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગમાં ખાલી પડેલી જગ્યા વિશે હું તમને માહિતગાર કરવા ઇચ્છું છું.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાહુલ ગાંધીએ પત્ર લખી કરી માંગ 

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, બંધારણ હેઠળ બંને આયોગમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સભ્યોની ભરતી કરવામાં આવે છે. સાતમી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ અને બે સભ્યોની ભરતી માર્ચ 2024માં કરવામાં આવી હતી. પરંતુ, ઉપાધ્યક્ષનું પદ લગભગ એક વર્ષથી ખાલી પડ્યું છે. આ સિવાય, પૂર્વ આયોગમાં ઓછામાં ઓછા બે સભ્યો હોય છે. NCSCનું એક મુખ્ય કામ આપણાં દલિત ભાઈ-બહેનોના અધિકારોની સુરક્ષા કરવાનું છે. વર્ષોથી ભારતના હજારો લોકો NCSCના દરવાજે ન્યાયની આશા લઈને આવે છે. આયોગ એવા મુદ્દાને ઉઠાવે છે જે દલિતોના સામાજિક અને આર્થિક ઉત્થાનમાં અડચણ ઊભી કરે છે. જેમ કે, સાર્વજનિક રોજગાર, શિક્ષા સુધી પહોંચવું અને અત્યાચારોને રોકવું.

સરકાર પર કર્યાં પ્રહાર

આ સિવાય રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો કે, જાણીજોઈને આ આયોગને કમજોર કરવાનો પ્રયાસ સરકારની દલિત વિરોધી માનસિકતા છતી કરે છે. NCBC ઉપાધ્યક્ષના પદ વિશે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, જે ત્રણ વર્ષથી ખાલી પડી હતી.  NCBC હાલ ફક્ત એક અધ્યક્ષ અને એક સભ્ય સાથે કામ કરી રહ્યું છે. 1993માં પોતાની સ્થાપના બાદથી NCBCમાં હંમેશા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સિવાય ઓછામાં ઓછા ત્રણ સભ્ય હોય છે. આ મહત્ત્વપૂર્ણ સમયે જ્યારે દેશભરમાં જાતિગત જનગણનાની માંગ તેજ થઈ રહી છે, ત્યારે આ પદનું ખાલી રહેવું ખૂબ ચોંકાવનારું છે. 

રાહુલ ગાંધીએ અંતે કહ્યું કે, 'સામાજિક ન્યાય ભારતના સમાવેશી દૃષ્ટિકોણનો મુખ્ય આધાર હોવો જોઈએ. હું સરકારને આગ્રહ કરું છું કે તે આ આયોગમાં ખાલી જગ્યાને જલ્દી ભરે. જેથી આ સંસ્થા પોતાની બંધારણીય જવાબદારીને પૂર્ણ કરી શકે.'

Related News

Icon