Home / India : Rahul Gandhi raises Maharashtra election issue at Brown University in US

ભારતની 'ચૂંટણી પ્રણાલીમાં ગંભીર સમસ્યા...' USની બ્રાઉન યુનિ.માં Rahul Gandhiએ મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો

ભારતની 'ચૂંટણી પ્રણાલીમાં ગંભીર સમસ્યા...' USની બ્રાઉન યુનિ.માં Rahul Gandhiએ મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો

ભારતીય સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અમેરિકાના બોસ્ટન પહોંચી ગયા છે. અહીં તેમણે બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે એક સત્ર કર્યું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે દેશની ચૂંટણી પ્રણાલીમાં 'ગંભીર સમસ્યા' છે. તેમણે કહ્યું, "સરળ શબ્દોમાં કહીએ તો, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરનારા યુવાનોની સંખ્યા મતદારોની સંખ્યા કરતા વધુ છે. આ એક હકીકત છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બે કલાકમાં 65 લાખ મત કઈ રીતે પડ્યા?

ચૂંટણી પંચે અમને સાંજે 5:30 વાગ્યા સુધીના મતદાનના ડેટા આપ્યા હતા અને 5:30 થી 7:30 વાગ્યાની વચ્ચે, જ્યારે મતદાન બંધ થવું જોઈતું હતું, ત્યારે 65 લાખ મતદારોએ મતદાન કર્યું. હવે, આ શારીરિક રીતે અશક્ય છે, ખરું ને? કારણ કે એક મતદારને મતદાન કરવામાં લગભગ 3 મિનિટ લાગે છે અને જો તમે ગણતરી કરો છો, તો તેનો અર્થ એ થશે કે મતદારો સવારના 2 વાગ્યા સુધી કતારોમાં હતા અને તેઓ આખી રાત મતદાન કરતા રહ્યા, અને એવું થયું નહીં."

રાહુલ ગાંધીએ આગળ કહ્યું, "તો અમે તેમને પૂછ્યું કે શું વીડિયોગ્રાફી થઈ રહી છે. તેમણે માત્ર વીડિયોગ્રાફીનો ઇનકાર જ કર્યો નહીં, પરંતુ કાયદો પણ બદલી નાખ્યો, તેથી હવે તમે વીડિયોગ્રાફી માટે કહી શકતા નથી." રાહુલે વધુમાં કહ્યું, "અમને એ વાત ખૂબ જ સ્પષ્ટ હતી કે ચૂંટણી પંચ સાથે ચેડા કરવામાં આવ્યા છે. એ વાત ખૂબ જ સ્પષ્ટ છે કે સિસ્ટમમાં કંઈક ખૂબ જ ખોટું છે. અમે આ વાત જાહેરમાં કહી છે, મેં ઘણી વાર કહી છે."

ચૂંટણી પંચે સમજૂતી કરી લીધી છે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું, કે 'અમે પૂછ્યું કે શું વીડિયોગ્રાફી થઈ? તેમણે વીડિયોગ્રાફીનો ઈનકાર કર્યો અને કાયદો પણ બદલી નાંખ્યો, તેથી હવે અમે વીડિયોગ્રાફી કહી પણ ન શકીએ. સ્પષ્ટ છે કે સિસ્ટમમાં ગરબડ છે. મેં ઘણીવાર કહ્યું છે કે ચૂંટણી પંચે સમજૂતી કરી લીધી છે.' 

Related News

Icon