
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બે દિવસના પ્રવાસે રાયબરેલી પહોંચ્યા છે. અહીં દલિત વિદ્યાર્થીઓ સાથે ચર્ચા દરમિયાન તેમને માયાવતીને લઇને એક નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, બહેનજી (માયાવતી) આજ સુધી કોઇ ચૂંટણી કેમ નથી લડ્યા? અમે ઇચ્છતા હતા કે બહેનજી ભાજપના વિરોધમાં મારી સાથે ચૂંટણી લડે. જો ત્રણેય પાર્ટી એક સાથે આવી ગઇ હોત તો ભાજપ ક્યારેય ચૂંટણી ના જીતી હોત.'
માયાવતી ભાજપની B ટીમ બનીને કામ કરી રહ્યાં છે- રાહુલ ગાંધી
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે માયાવતી ભાજપની B ટીમ બનીને કામ કરી રહ્યાં છે. દેશના બંધારણમાં દલિતોના યોગદાનનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ડૉ. બીઆર આંબેડકર પાસે સુવિધાઓનો અભાવ હતો છતા પણ તેમને પુરી રાજકીય વ્યવસ્થાને હલાવીને રાખી દીધી હતી. દેશની મોટી 500 ફર્મમાં સામેલ કેટલીક ટોચની કંપનીઓનું નામ લેતા રાહુલ ગાંધીએ યુવાઓને પૂછ્યુ કે તેમાંથી કેટલી કંપનીઓના પ્રમુખ દલિત છે. કોંગ્રેસ સાંસદે દાવો કર્યો કે પુરી વ્યવસ્થા દલિતો વિરૂદ્ધ છે અને નથી ઇચ્છતી કે તે આગળ વધે. રાહુલ ગાંધીએ કહ્યું, આ વ્યવસ્થા તમારા પર દરરોજ હુમલા કરે છે.હું તમને ગેરંટી સાથે કહી શકું છું કે જો આ દેશમાં દલિત ના હોત તો આ દેશને બંધારણ ના મળ્યું હોત.'
રોજગારના મુદ્દા પર રાહુલ ગાંધીએ શું કહ્યું?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, 'મે 100 યુવાઓને પૂછ્યુ કે તમે લોકો ભણી રહ્યાં છો...તમારામાંથી કેટલા લોકોને નોકરી મળશે, તેમાંથી માત્ર એક યુવતીએ હાથ ઉઠાવ્યો હતો. 99 ટકા યુવાઓએ કબુલ કર્યુ કે આજે ઉત્તર પ્રદેશમાં, આજના સમયમાં તેમને રોજગાર નહીં મળે.'