Home / India : Ram Lalla's Surya Tilak on Ram Navami in Ayodhya

VIDEO: અયોધ્યામાં રામનવમી પર રામલલ્લાનું સૂર્ય તિલક, સૂર્યાભિષેકનો જોવા મળ્યો અદભુત નજારો

અયોધ્યામાં રામ મંદિરમાં પ્રભુ શ્રીરામલલ્લાના રામનવમી પર સૂર્યાભિષેક થયો હતો. રામલલ્લાની સવારથી જ પૂજા શરૂ થઇ ગઇ હતી. આ દરમિયાન રામનવમી પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળું રામ જન્મભૂમિ મંદિરમાં રામલલાના દર્શન માટે પહોંચ્યા હતા. રવિવારે 12 વાગ્યે સૂર્યાભિષેક થયો હતો અને શ્રીરામલલ્લાના લલાટ પર સીધી સૂર્યની કિરણો પડ્યાં હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રામનવમીની ધામધૂમથી ઉજવણી

આજે અયોધ્યા સહિત દેશભરમાં રામ નવમી 2025નો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે અને આજે ચૈત્ર નવરાત્રીનો છેલ્લો દિવસ છે. આ તહેવાર દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તારીખે પુનર્વસુ નક્ષત્ર કર્ક લગ્ન અને બપોરના સમયે થયો હતો, તેથી અયોધ્યાના રામલલ્લાને પણ બપોરના સમયે સૂર્ય અભિષેક કરવામાં આવ્યો. જે બપોરે 12 વાગ્યાથી યોજાયું હતું. અહીં જાણો ભગવાન રામના સૂર્ય તિલકનું શું મહત્ત્વ છે…

સૂર્ય તિલક કેવી રીતે કરવામાં આવ્યું

આજે રામ નવમી 2025 નિમિત્તે અયોધ્યાના રામ મંદિરમાં સવારથી જ પૂજા-અર્ચના ચાલી રહી છે. આ પવિત્ર તહેવાર નિમિત્તે બપોરે રામલલ્લાના પ્રાગટ્ય પર સૂર્યનો અભિષેક કરવામાં આવ્યો છે. રામ મંદિરમાં એક એવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે, જેના દ્વારા ગર્ભમાં હાજર રામલલ્લાની મૂર્તિ સુધી સૂર્યના કિરણો લાવવામાં આવે છે. જ્યારે સૂર્યના કિરણો રામલલ્લાના મસ્તક પર પડે છે, ત્યારે સૂર્ય તિલક કરવામાં આવે છે.

આજે 12 વાગે થયું સૂર્ય તિલક

ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા રામલ્લાની મૂર્તિના કપાળ પર 4 મિનિટ સુધી સૂર્યના કિરણો નાખવામાં આવ્યાં છે અને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. રામલલ્લાના સૂર્ય તિલકની પ્રક્રિયા બપોરે 12 વાગ્યાથી શરૂ થયું અને 12.04 સુધી ચાલ્યું હતું. આ રામનવમીથી આગામી 20 વર્ષ સુધી સૂર્યના કિરણો ભગવાન રામની જન્મજયંતિ પર રામલલ્લાનો અભિષેક કરશે. રામલલ્લાના સૂર્ય તિલકનો સમય આગામી 19 વર્ષ સુધી દર વર્ષે વધશે.

સૂર્યદેવ પોતાના રથ સાથે એક મહિના સુધી અયોધ્યામાં રહ્યા

રામચરિત માનસમાં તુલસીદાસજીએ એક ચોપાઇ લખેલી છે, જેમાં લખ્યું છે 'માસ દિવસ કર દિવસ ભા મરમ ન જાનઈ કોઈ'. રથ સમેત રબિ થાકેઉ નિસા કવન બિધિ હોઇ.' મતલબ કે જ્યારે ભગવાન રામનો જન્મ થયો ત્યારે સૂર્ય ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને પોતાના રથ સાથે અયોધ્યા પહોંચ્યા અને આખો મહિનો રોકાયા. સૂર્યદેવના અયોધ્યામાં રોકાણને કારણે આખા મહિના સુધી અહીં રાત પડી ન હતી. એટલા માટે કહેવાય છે કે જો તમે અયોધ્યામાં એક દિવસ રોકાયા છો તો સમજો કે તમે ત્યાં એક મહિના રોકાયા છો, અહીં એક દિવસ એક મહિનાના બરાબર છે.

સૂર્ય તિલકનું મહત્ત્વ

ભગવાન રામનો જન્મ સૂર્યવંશમાં થયો હતો અને તેમના કુળદેવતા પણ સૂર્યદેવ છે. શ્રી રામનો જન્મ મધ્યકાલીન સમયગાળામાં અભિજિત મુહૂર્તમાં થયો હતો અને આ સમયે સૂર્ય તેના સંપૂર્ણ પ્રભાવમાં હતો. શાસ્ત્રોમાં સૂર્યને જીવનનો સ્ત્રોત માનવામાં આવે છે અને સૂર્ય તિલકને ભગવાન રામના સૂર્યવંશના પ્રતીક તરીકે જોવામાં આવે છે. ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાથી વ્યક્તિ કીર્તિ, બળ, આરોગ્ય, તેજ પ્રાપ્ત કરે છે અને કુંડળીમાં ગ્રહોના રાજા સૂર્યની સ્થિતિને પણ મજબૂત બનાવે છે. કુંડળીમાં સૂર્ય ભગવાનની મજબૂત સ્થિતિને કારણે ક્યારેય કોઈ વસ્તુની કમી નથી રહેતી અને સમાજમાં તમારી કીર્તિ, સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. રામલલ્લાના માથા પર સૂર્યના કિરણોને નિર્દેશિત કરવા માટે એક મિકેનિઝમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

 

Related News

Icon