Home / India : Reaction from leaders including Priyanka Gandhi and Piyush Goyal

VIDEO: દિલ્હીમાં 27 વર્ષના વનવાસ બાદ ધાંસૂ એન્ટ્રી, પ્રિયંકા ગાંધીથી પિયુષ ગોયેલ સહિત નેતાઓની પ્રતિક્રિયા

VIDEO: દિલ્હીમાં 27 વર્ષના વનવાસ બાદ ધાંસૂ એન્ટ્રી, પ્રિયંકા ગાંધીથી પિયુષ ગોયેલ સહિત નેતાઓની પ્રતિક્રિયા

Delhi Election Results: દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે. પીએમ મોદીના નેતૃત્ત્વમાં 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપે સત્તા મેળવી છે. ત્યારે ચૂંટણી પરિણામો પર મોટ મોટા નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આતિશી

દિલ્હીના આપ નેતા આતિશી કહે છે, "હું કાલકાજીના લોકોનો મારા પર વિશ્વાસ દર્શાવવા બદલ આભાર માનું છું. હું મારી ટીમને અભિનંદન આપું છું જેમણે 'બાહુબલ' વિરુદ્ધ કામ કર્યું. અમે લોકોના આદેશનો સ્વીકાર કરીએ છીએ. હું જીતી ગઈ છું પણ આ ઉજવણી કરવાનો સમય નથી પણ ભાજપ સામે 'યુદ્ધ' ચાલુ રાખવાનો છે..."

સ્વાતિ માલિવાલ

 AAPના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની 3182 મતોના માર્જિન સાથે હાર થતાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, 'અહંકાર તો રાવણનો પણ નહોતો રહ્યો'.


સ્મૃતિ ઇરાની

ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું, "અરવિંદ કેજરીવાલે વચન આપ્યું હતું કે તેઓ ભારતીય રાજકારણમાં આમૂલ સુધારા લાવવા આવ્યા છે, પરંતુ તેઓ પોતે દારૂ કૌભાંડમાં સંડોવાયેલા મળી આવ્યા, તેમણે વડા પ્રધાન મોદીની ગ્રામીણ આવાસ યોજનામાં અવરોધો ઉભા કરવામાં કોઈ કસર છોડી નહીં, પરંતુ તેમણે પોતાના માટે 'શીશમહેલ' બનાવ્યું... આજે લોકો વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં તમામ વિકાસ સેવાઓ સ્વીકારી રહ્યા છે. સુશાસન તરફ લોકોનું આ પહેલું પગલું છે..."

પ્રવેશ વર્મા

નવી દિલ્હી બેઠક પર આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને 3182 મતોથી હરાવ્યા બાદ પરવેશ વર્માએ જનતાનો આભાર માન્યો હતો. અને કહ્યું કે, દિલ્હીના લોકોએ વડાપ્રધાન મોદી પર વિશ્વાસ દર્શાવ્યો છે. મારી જીતનો શ્રેય હું દિલ્હીની જનતાને આપીશ. અમને છેલ્લા દસ વર્ષથી તેમનો સાથ મળ્યો ન હતો. પરંતુ હવે જે સરકાર બની રહી છે, તે પીએમ મોદીના વિઝન પર કામ કરશે. 

ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, "દિલ્હીના લોકોએ ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે દિલ્હીને પ્રદૂષણ મુક્ત અને વિશ્વનું સૌથી સુંદર શહેર બનાવવા માંગીએ છીએ. મને વિશ્વાસ છે કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં દિલ્હીનું ચિત્ર બદલાશે. અમને અપેક્ષા કરતાં વધુ સારી જીત મળી છે."

પિયૂષ ગોયલ

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, "વડાપ્રધાન મોદીએ દેશને સુશાસનનું એક મોડેલ આપ્યું છે. દિલ્હીના લોકોએ છેલ્લા 10 વર્ષમાં ભ્રષ્ટાચાર અને અરાજકતા જોઈ છે. લોકોએ વડા પ્રધાનને વિજય અપાવ્યો છે... હવે દિલ્હીના લોકો વિકાસ ઇચ્છે છે, સુશાસન ઇચ્છે છે. ડબલ એન્જિન સરકાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે... આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા દ્વારા દિલ્હીના લોકો સાથે કરવામાં આવેલા વિશ્વાસઘાતનો જવાબ લોકોએ આપી દીધો છે."

પ્રિયંકા ગાંધી

દિલ્હી ચૂંટણી પરિણામોને લઈને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'ખૂબ જ સ્પષ્ટ છે કે, દિલ્હીના લોકો બદલાવ ઇચ્છે છે અને પરિણામ પણ એ જ દર્શાવે છે. ચૂંટણી જીતનાર તમામ લોકોને મારી શુભકામના. અમારે જમીની સ્તરે કામ કરવું પડશે અને આ હાર પરથી શીખીને આગળ વધવું પડશે'. નોંધનીય છે કે, આ પહેલા જ્યારે પ્રિયંકા ગાંધીને પત્રકારોએ દિલ્હી ચૂંટણી વિશે સવાલ કર્યો તો તેમણે જવાબ આપ્યો હતો કે, 'મને નથી ખબર. મેં હજુ સુધી પરિણામ નથી જોયા'.

નૂપુર શર્મા

ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતિ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે. તેના પર પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માની પ્રતિક્રિયા પણ સામે આવી છે. પેગમ્બર મોહમ્મદ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ શર્માને ભાજપે પાર્ટીમાંથી તગેડી મૂક્યા હતા. મતદાન કર્યા પછી શર્માએ પોતાની શાહીવાળી આંગળીનો ફોટો શેર કર્યો. આ સાથે સોશિયલ મીડિયા X પર શનિવારે કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, ' આપ થોડા સમય માટે લોકોને બેવકૂફ બનાવી શકે છે અને કેટલાક લોકોને દરેક સમયે બનાવી શકે છે, પરંતુ તમને બધાને દરેક સમયે મુર્ખ ન બનાવી શકે.'

Related News

Icon