Home / India : RSS's name in the list of extremists and terrorists in the question paper

MAના પેપરમાં RSSની નક્સલી-આતંકી સંગઠનો સાથે તુલના, યુનિવર્સિટીમાં મચી બબાલ

MAના પેપરમાં RSSની નક્સલી-આતંકી સંગઠનો સાથે તુલના, યુનિવર્સિટીમાં મચી બબાલ

ઉત્તર પ્રદેશના મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટી(CCSU)માં MA પોલિટિકલ સાયન્સના પેપરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ને નકસલવાદી અને આતંકવાદી સંગઠનો સાથે જોડવાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. યુનિયન અને વિદ્યાર્થી સંગઠનોએ આ વિવાદાસ્પદ પ્રશ્ન સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. યુનિવર્સિટીએ તાત્કાલિક પગલાં લઈને પેપર તૈયાર કરનાર પ્રોફેસર ડૉ. સીમા પંવાર વિરુદ્ધ આકરા પગલાં લીધા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એમએ પોલિટિકલ સાયન્સના બીજા વર્ષના પ્રશ્નપત્રમાં, આરએસએસને તેની ધાર્મિક અને જાતિની ઓળખને રાજકારણ સાથે જોડીને આતંકવાદી સંગઠન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. આ પ્રશ્ન સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)એ યુનિવર્સિ‌ટી કેમ્પસમાં સંઘની ઇમેજને ખરાબ કરવાની વાત કરતાં પ્રદર્શન કર્યું હતું. 

મેરઠની યુનિવર્સિટીમાં હોબાળો

એમએ પોલિટિકલ સાયન્સના પેપરમાં એક પ્રશ્ન હતો - 'નીચેનામાંથી કોને પરમાણુ સમૂહ માનવામાં આવતું નથી?' જવાબમાં, ચાર વિકલ્પો આપવામાં આવ્યા - નક્સલવાદી જૂથ, જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ, દલ ખાલસા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. આ પ્રશ્નપત્ર બહાર આવતાંની સાથે જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. આ જોઈને લોકો ગુસ્સે થઈ ગયા અને સવાલો ઉઠાવવા લાગ્યા કે રાષ્ટ્રવાદી સંગઠનને આતંકવાદી કે ઉગ્રવાદી સંગઠનો સાથે શા માટે રાખવામાં આવે છે.

હોબાળો થતાં યુનિવર્સિટી સંચાલન એક્શનમાં આવ્યું 

વધી રહેલા વિવાદને જોઈને યુનિવર્સિટી સંચાલન  તરત જ એક્શનમાં આવી ગયું હતું. આ પ્રશ્ન તૈયાર કરનાર પ્રોફેસર સીમા પંવાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સીમા પંવાર મેરઠ કૉલેજમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર છે અને પ્રખ્યાત કવિ હરિઓમ પંવારના ભાઈની પત્ની હોવાનું કહેવાય છે. યુનિવર્સિટીએ તેમને પરીક્ષા અને મૂલ્યાંકનના કામમાંથી દૂર કર્યા છે. મતલબ કે હવે તે ન તો પેપર બનાવી શકશે અને ન તો તેને લગતા કોઈ કામમાં ભાગ લઈ શકશે. 

પ્રશ્ન તૈયાર કરનાર પ્રોફેસરે માંગી માફી 

યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ધીરેન્દ્ર વર્માએ કહ્યું કે પ્રોફેસરે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને લેખિતમાં માફી માંગી છે. તેણીએ કહ્યું કે જો તેના પ્રશ્નથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું તેના માટે માફી માંગુ છું.'

Related News

Icon