
સીમા હૈદરના નવા અને જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા રહે છે. હાલમાં તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહેતી જોવા મળી રહી છે કે, તેને પાકિસ્તાની આતંકવાદીઓથી ખતરો છે. સીમા હૈદરે કહ્યું કે, તેને તેના પાકિસ્તાની પતિ ગુલામ હૈદર અને મોમિન મલિકથી ખતરો છે કારણ કે, તેઓ આતંકવાદીઓને કહીને મને અને મારા પતિ સચિન મીનાને મારી નાખવા માટે કહી શકે છે. આ દરમિયાન તેની સાથે સચિન મીના પણ જોવા મળે છે.
સીમા હૈદરે વીડિયોમાં કહ્યું, “એક તરફ અમને ગુલામ હૈદરથી ખતરો છે તો બીજી તરફ મોમિન મલિકથી ખતરો છે. તે અમને મારી શકે છે. મોમિન મલિક અને ગુલામ હૈદર જે પણ હોય તેઓ પાકિસ્તાની આતંકવાદીઓ સાથે વાત કરે છે. અમને તેમનાથી ખતરો છે કારણ કે, જો હું મરી જઈશ તો તેમની ઈજ્જત બચી જશે. જેનું હમણાં નાક કપાયું છે..''
લોકો કરી રહ્યા છે કોમેન્ટ
લોકો આ વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું, "બંને ત્રાસવાદી છે." એકે લખ્યું, "તમે ક્યારે મારશો?" આ ગંદકી ક્યારે ખતમ થશે? આવા લોકો જલદી મરતા નથી એવું મેં સાંભળ્યું છે.
પબજીવાળો પ્રેમ
સીમા હૈદરને PUBGથી સચિન સાથે પ્રેમ થયો અને તે પછી તે ભારત આવી. જોકે, તે ગેરકાયદેસર રીતે નેપાળના માર્ગે ભારત આવી હતી, પરંતુ તે આવું કેવી રીતે કરી શકી તે કોઈ જાણતું નથી. હાલ કોર્ટે તેમના વિશે કોઈ નિર્ણય લીધો નથી.