
'સીમા હૈદરના કાકા ગુલામ અકબર પાકિસ્તાન આર્મીમાં ટ્રેનિંગ આપી રહ્યા છે. સીમા અવારનવાર તેના કાકાને મળવા જતી. જે છાવણીમાં રહેતા હતા. સીમા અહીં એકાદ અઠવાડિયું રોકાઈને પાછી આવતી હતી. તે એકલી જતી. એક રિક્ષાચાલક તેને લેવા આવતો હતો. જે હવે દેખાતો નથી. તે ક્યાંક ગાયબ થઈ ગયો છે.'
પોતાના પ્રેમી સચિન મીના માટે પાકિસ્તાનથી ગ્રેટર નોઈડા આવેલી સીમા હૈદરના નજીકના મિત્રે નવો ખુલાસો કર્યો છે. આ વ્યક્તિ પાકિસ્તાનમાં રહે છે અને સીમા સિવાય તે તેના પતિ ગુલામ હૈદરને પણ સારી રીતે ઓળખે છે. તેના કહેવા મુજબ સીમા ઘણીવાર પાકિસ્તાની આર્મીના ટ્રેનિંગ સેન્ટરમાં જતી હતી.
સીમા વિશે માહિતી આપનાર વ્યક્તિ ભારતમાં ગુલામ હૈદરના વકીલ મોમિન મલિકના સંપર્કમાં છે. મોમીન પોતાની ઓળખ જાહેર કરતો નથી, પરંતુ કહે છે કે હું તેને કોર્ટમાં રજૂ કરવાનો પ્રયાસ કરીશ. બંને વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે. સીમા હૈદર એક વર્ષ પહેલા નેપાળ બોર્ડરથી ભારત આવી હતી. ત્યારથી તે ગ્રેટર નોઈડાના રબુપુરા ગામમાં રહે છે. શરૂઆતથી જ તેના પર જાસૂસ હોવાનો આરોપ લાગ્યો છે.
સીમા હૈદર અંગે નવા દાવા
1. સીમાના નજીકના મિત્રના કહેવા પ્રમાણે, જ્યારે પણ મારો ફોન હેંગ થતો ત્યારે સીમા તેને રિપેર કરીને આપતી હતી. તે એટલી હોંશિયાર બની ગઈ હતી કે, પ્રતિબંધ હોવા છતાં તે TikTok નો ઉપયોગ કરતી હતી.
2. સીમાના કહેવા પ્રમાણે, સચિન મીના સાથે તેની વાતચીત PUBG રમતી વખતે થઈ હતી. તેની નજીકની વ્યક્તિએ દાવો કર્યો છે કે સીમા PUBG વિશે ખોટું બોલી રહી છે કે તેને PUBG વિશે કંઈપણ ખબર નથી.
3. સીમા કોમ્પ્યુટર પણ ઓપરેટ કરતી હતી. સીમાના નજીકના વ્યક્તિએ કહ્યું કે, મારી પાસે હજુ પણ તેનું કોમ્પ્યુટર છે. તેણે કોમ્પ્યુટર તોડી નાખ્યું હતું.
સીમાના નજીકના લોકોનું કહેવું છે કે, ભારત આવવા માટે તેણે બાળકોને ઢાલ બનાવ્યા. તેણે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે જો તે પકડાય અને જેલમાં મોકલી દેવામાં આવે તો બાળકોને લઈને તેને છોડી શકાય છે. જ્યારે તે બોર્ડર ક્રોસ કરી રહી હતી ત્યારે એક પોલીસકર્મી પૂછપરછ માટે આવ્યા હતા. ત્યારે તેણે મોટી પુત્રીના મોઢામાં આંગળા નાંખીને ઉલટી કરાવી હતી. આ પછી પોલીસકર્મીએ કંઈ પણ પૂછ્યા વિના ચાલ્યા ગયા.
ગુલામ હૈદરના વકીલ મોમિન મલિક અનુસાર, સીમા પાકિસ્તાનથી બે વખત ભારત આવી હતી. તે પહેલીવાર એકલી આવી હતી. આ પછી તે બાળકોને લઈને આવી. આના પુરાવા છે, જરૂર પડશે તો કોર્ટમાં પણ આ પુરાવા આપીશું.