
ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીને કોલકાતા હાઇકોર્ટે રાહત આપતા જામીન આપ્યા છે. કોર્ટે પોલીસને ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીને સુરક્ષા આપવા પણ આદેશ કર્યો છે.22 વર્ષીય લૉ સ્ટુડન્ટ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની જામીન અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ રાજા બસુએ શરતો સાથે વચગાળાના જામીન આપ્યા છે.
કોલકાતા હાઇકોર્ટે શર્મિષ્ઠાને વચગાળાના જામીન આપતા કેટલીક શરતો પણ લગાવી છે. કોર્ટે શર્મિષ્ઠાના દેશ છોડવા પર પુરી રીતે રોક લગાવી છે. કોર્ટે કહ્યું કે શર્મિષ્ઠા CJMની પરવાનગી વગર દેશની બહાર નથી જઇ શકતી. કોર્ટે 10 હજાર રૂપિયા જામીન રકમ જમા કરવાનો પણ આદેશ કર્યો છે.
સાથે જ કોર્ટે કોલકાતા પોલીસને આદેશ આપ્યો છે કે શર્મિષ્ઠા દ્વારા ધરપકડ પહેલા પોતાની સુરક્ષાને લઇને આપવામાં આવેલી ફરિયાદના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. શર્મિષ્ઠાએ દાવો કર્યો હતો કે તેના સોશિયલ મીડિયા પોસ્ટ બાદ તેને ધમકીઓ મળી રહી છે.