કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશિ થરૂર અને કોંગ્રેસ પાર્ટીના સંબંધોમાં હાલ કડવાશ જોવા મળી રહી છે. હાલમાં જ તેમણે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વાત કરી પાર્ટીમાં પોતાને હાંસિયામાં ધકેલી દેવાની વાતને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાની પાર્ટીને સ્પષ્ટ કહી દીધું કે, તમને એવું ન લાગવું જોઈએ કે, શશિ થરૂર પાસે કોઈ વિકલ્પ નથી.

