
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યસભામાં આજે જવાબ આપવા સમયે તેમનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતો પર ગોળીબારના મુદ્દે કોંગ્રેસ સહિત દિગ્વિજય સિંહ પર જોરદાર હુમલા કર્યા હતા. શિવરાજસિંહે કહ્યું કે, મેં કહ્યું હતું કે જો મને છંછેડશો નહીં, જો છંછેડશો તો છોડીશ નહીં. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, કોંગ્રેસ સરકારના રાજમાં જુદા જુદા રાજ્યોમાં ગોળીબાર થયા હતા.
જણાવી દઈએ કે, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો. શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યસભામાં કહ્યું કે, દેશમાં જુદા જુદા રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે ગોળીબારીમાં ઘણાં ખેડૂતો માર્યા ગયા હતા. આજે એ જ કોંગ્રેસ અમને ખેડૂતોના પ્રશ્નો પૂછે છે. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું. કે હું એક ખેડૂતનો દીકરો છું અને જાતે ખેતી કરું છું.
https://twitter.com/AHindinews/status/1820376700871750096
શિવરાજ સિંહ ચૌહાણે વધુમાં કહ્યું કે 1986માં જ્યારે બિહારમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ફાયરિંગમાં 23 ખેડૂતોના મોત થયા હતા. 1988માં ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ દિવસે દિલ્હીમાં બે ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. 1988માં મેરઠમાં ખેડૂતો પર ગોળીબાર થયો તેમાં 5 ખેડૂતો માર્યા ગયા હતા. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, હું ફક્ત આ વિષય પર બોલવા માંગતો હતો, પરંતુ હવે જ્યારે મને છંછેડ્યો છે તો હવે હું તેને છોડીશ પણ નહીં.
શિવરાજસિંહે કહ્યું કે, દિગ્વિજય સિંહના હાથ પણ ખેડૂતોના લોહીથી રંગાયેલા છે. તેમના સમયમાં 24 ખેડૂતોના મોત થયા હતા. આ ઘટના બેતુલ જિલ્લાના મુલતાઈમાં બની હતી. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, લાલ કિલ્લા પરથી વડાપ્રધાનનું ભાષણ મહત્વપૂર્ણ છે. મેં દેશના તમામ વડાપ્રધાનોના ભાષણો વાંચ્યા છે, પરંતુ કોંગ્રેસના વડાપ્રધાનોની પ્રાથમિકતામાં ક્યારેય ખેડૂતો નહોતા. જે દિલમાં હોય તે જ જીભ ઉપર આવે. કોંગ્રેસના દિલમાં જ ખેડૂતો નથી.
કોંગ્રેસે ખેડૂતો માટે સીધી સહાયની વાત કરી, પરંતુ આવી કોઈ યોજના બનાવી નથી. પીએમ મોદીએ નાના અને સીમાંત ખેડૂતો માટે દર વર્ષે 6 હજારની રકમ આપવાનું શરૂ કર્યું છે. આ નાની રકમના કારણે ખેડૂતનું સન્માન વધવા સાથે તે આત્મનિર્ભર બન્યો છે, ખેડૂતોના વિકાસને વેગ મળ્યો છે. કોંગ્રેસ ખેડૂતનું સન્માન જોઈ શકતા નથી.