Home / India : Support of three Muslim organizations on amendment of Waqf Act

વકફ એક્ટમાં સુધારા મુદ્દે ત્રણ મુસ્લિમ સંગઠનોનું સમર્થન, અલગ દરગાહ બોર્ડની માંગ, જાણો JPCની બેઠકમાં શું થયું

વકફ એક્ટમાં સુધારા મુદ્દે ત્રણ મુસ્લિમ સંગઠનોનું સમર્થન, અલગ દરગાહ બોર્ડની માંગ, જાણો JPCની બેઠકમાં શું થયું

વકફ એક્ટમાં સુધારા મુદ્દે સંસદીય પેનલમાં એનડીએ અને વિપક્ષના સભ્યોમાં ઉગ્ર ચર્ચા વચ્ચે આરએસએસ સંબંધિત એક સહિત ત્રણ મુસ્લિમ સંસ્થાઓએ શુક્રવારે સંસદીય સમિતિ સમક્ષ વકફ કાયદામાં સુચિત સુધારાને સમર્થન જાહેર કર્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ત્રણ મુસ્લિમ સંસ્થાઓ ઓલ ઈન્ડિયા સુફી સજ્જાદનશિન કાઉન્સિલ, આરએસએસ સાથે સંકળાયેલ રાષ્ટ્રીય મુસ્લિમ મંચ અને એનજીઓ ભારત ફર્સ્ટે વકફ (સુધારા) બિલ પરની સંયુક્ત સમિતિ સમક્ષ અલગથી તેમની રજૂઆતો કરી હતી. જોકે, વિપક્ષના કેટલાક સભ્યોએ તેમના દાવાઓમાં ખામી શોધી કાઢ્યાનો દાવો કર્યો હતો. આ સમયે એનડીએ અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.

અજમેર શરીફ દરગાહના આશ્રયદાતા દ્વારા સંચાલિત ઓલ ઈન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલે આ બિલ હેઠળ આગાખાની અને વોહરા વકફ માટે સૂચવાયેલા સમાન અલગ દરગાહ બોર્ડની સ્થાપનાની માગ કરી હતી.

સંયુક્ત સમિતિમાં શિવસેનાના સભ્ય નરેશ મ્હસ્કે વિપક્ષના નેતાઓને કહ્યું કે, તેમણે અન્ય પક્ષના મત સાંભળવા જોઈએ. તેમના આ સૂચનથી એનડીએ અને વિપક્ષ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. કેટલાક વિપક્ષના સભ્યોએ સમિતિ સમક્ષ હાજર થયેલા સુફી શાહ મલંગ પંથના સભ્યોને મુસ્લિમ સમાજનો ભાગ માનવા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

સંયુક્ત સમિતિ વિવિધ હિસ્સેદારો સાથે ચર્ચા કરવા ૨૬ સપ્ટેમ્બરથી ૧ ઑક્ટોબર વચ્ચે મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, ચેન્નઈ અને બેંગ્લુરુના પ્રવાસે જશે. સંયુક્ત સમિતિની બેઠકોમાં વિપક્ષના સભ્યોએ કેટલીક રેડ લાઈન દોરી દીધી છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે કાયદાની વપરાશકર્તા દ્વારા વકફને રદ કરવા, વકફ અથવા સરકારની મિલકત છે કે નહીં તેનો નિર્ણય કરવાની સત્તા જિલ્લા કલેસ્ટરને સત્તા આપવા વકફ ટ્રિબ્યુનલ્સ રદ કરવા અને વકફ કાઉન્સિલ્સમાં બિન મુસ્લિમોના સમાવેશને કોઈપણ સંજોગોમાં સ્વીકારી નહીં લેવાય.

Related News

Icon