
દેશમાં બહુચર્ચિત ડોક્ટરની એન્ટ્રેસ એક્ઝામ NEET PG ને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. 3 ઓગસ્ટના રોજ એક જ શિફ્ટમાં સમગ્ર દેશમાં પરીક્ષાનું આયોજન થશે. જણાવી દઈએ કે અગાઉ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ હોવાથી અને કોર્ટના આદેશ મુજબ પરીક્ષા માટે જરૂરી વ્યવસ્થા ન થઈ શકવાને કારણે 15 જૂને લેવાનાર પરીક્ષા સ્થગિત કરાઈ હતી.
NEET PG 2025ની પરીક્ષા સ્થગિત
NBEMS દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન મુજબ, અદિતિ અને અન્ય વિરુદ્ધ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, 'અમે, તે મુજબ પ્રતિવાદીઓને NEET-PG 2025 પરીક્ષા એક જ શિફ્ટમાં યોજવા માટે જરૂરી વ્યવસ્થા કરવા નિર્દેશ આપીએ છીએ. જેથી સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે અને સલામત કેન્દ્રો ઓળખવામાં આવે અને તેને શરૂ કરવામાં આવે.' સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને NBEMSએ NEET PG-2025ની પરીક્ષા હવે બે શિફ્ટમાં લેવામાં આવશે નહી.
NEET PG 2025ની આગામી 15 જૂનના રોજ લેનારી પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે, ત્યારે NBEMSએ એક જ શિફ્ટમાં ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવે તે માટે પરીક્ષા કેન્દ્રો અને જરૂરી પગલાને લઈને કામ કરી રહ્યું છે. જ્યારે પરીક્ષા તારીખ આગામી દિવસોમાં સત્તાવાર વેબસાઈટ natboard.edu.in અને nbe.edu.in જણાવવામાં આવશે.