
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ, માલદા અને ઉત્તર 24 પરગણામાં થયેલી હિંસા અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર આજે સુનાવણી થવાની હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાની ના પાડી દીધી. પશ્ચિમ બંગાળમાં ફેલાયેલી આ હિંસા દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા અને હજારો લોકો બેઘર બન્યા હતા. આ અંગે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળા મુર્શિદાબાદ હિંસા અંતર્ગત દાખલ થયેલી અરજીમાં આ મામલાની વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તપાસની માંગ કરવામાં આવી હતી. વક્ફ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન બાદ ૧૧ એપ્રિલે થયેલી હિંસાની કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માંગ એડવોકેટ શશાંક શેખર ઝાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પીઆઈએલમાં કરી છે. સુપ્રીમ કોર્ટે આ માંગ ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે હિંસાગ્રસ્ત પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે ભાજપના નેતાઓના એક વર્ગ દ્વારા લગાવવામાં આવેલા મર્યાદા ઉલ્લંઘનના આરોપો વિશે ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ મુર્શિદાબાદ હિંસાની તપાસની માંગ કરતી PILની સુનાવણી કરવાની ના પાડી દીધી છે.