
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઇને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અરજી કરનારને ફટકાર લગાવી છે.કોર્ટે અરજી કરનારને કહ્યું કે તમારી માંગ છે કે રિટાયર્ડ જજની આગેવાનીમાં પહેલગામ હુમલાની તપાસ થાય. જજ ક્યારથી આવી ઘટનાઓની તપાસ માટે એક્સપર્ટ બની ગયા છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘટનાને ગંભીરતાથી જુવો.
આ મહત્ત્વપૂર્ણ સમયમાં દેશના દરેક નાગરિકે આતંકવાદ સામે લડવા માટે હાથ મિલાવ્યો છે. કોર્ટે પૂછ્યું કે શું તે સુરક્ષાદળોનું મનોબળ તોડવા માંગો છો. કોર્ટે અરજી કરનારને આવા મુદ્દાને ન્યાયિક ક્ષેત્રમાં લાવવા માટે ના કહ્યું છે.
તમામે સાથે આવીને આતંકવાદ વિરૂદ્ધ લડવું પડશે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કઠિન સમય છે અને તમામે સાથે મળીને આતંકવાદ વિરૂદ્ધ લડાઇ લડવી પડશે. કોર્ટે અરજી પર સુનાવણીનો ઇનકાર કરી દીધો હતો.મહત્ત્વપૂર્ણ છે કે અરજી દાખલ કરીને માંગ કરવામાં આવી હતી કે પહેલગામ હુમલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટ રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં એક ન્યાયિક પંચની રચના કરે.
પહેલગામમાં આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા
પહેલગામમાં 22 એપ્રિલે આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા હતા. પહેલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. મોદી સરકાર દ્વારા પાકિસ્તાન પર કેટલાક પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. ભારતે સિંધુ જળ સંધિ રદ કરી નાખી છે. આ સિવાય ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને પરત પોતાના દેશ મોકલી દીધા છે.