Home / India : Supreme Court reprimands Tamil Nadu Governor

'બિલને કારણ વિના રોકી રાખવા એ બંધારણનું ઉલ્લંઘન', તમિલનાડુ ગવર્નરને સુપ્રીમ કોર્ટની ફટકાર

'બિલને કારણ વિના રોકી રાખવા એ બંધારણનું ઉલ્લંઘન', તમિલનાડુ ગવર્નરને સુપ્રીમ કોર્ટની ફટકાર

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને ગવર્નર એન. રવિ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને મોટી રાહત આપતાં ગવર્નરના વલણની નિંદા કરી હતી. સુપ્રીમ કોર્ટે ગવર્નર દ્વારા 10 મહત્ત્વના બિલને અટકાવી રાખવાની પ્રવૃત્તિને ગેરકાયદેસર અને મનસ્વી ગણાવી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગવર્નર પાસે એવો કોઈ વીટો પાવર નથી

સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) ટકોર કરી હતી કે, ગવર્નર પાસે કોઈ વીટો પાવર નથી કે, તેઓ બિલને આમ પોતાની પાસે રિઝર્વ રાખી શકે નહીં. તેમનું આ વલણ મનસ્વી અને ગેરકાયદેસર છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે, 'જ્યારે વિધાનસભા પાસેથી પુનઃવિચાર કરી બિલને પરત મોકલવામાં આવ્યા હતા, ત્યારે તેને તુરંત મંજૂરી આપી દેવી જોઈએ. આ બિલને અધવચ્ચે અટકાવી રાખવાનો કોઈ અર્થ નથી.'

બિલને કારણ વિના રોકી રાખવા એ બંધારણનું ઉલ્લંઘન

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, બંધારણની અનુચ્છેદ 200 હેઠળ વિધાનસભામાંથી બિલ પસાર કરી રાજ્યપાલ સમક્ષ જ્યારે રજૂ કરવામાં આવે છે, ત્યારે તેમણે તેને મંજૂરી આપવાની હોય છે, પરંતુ તેને રાષ્ટ્રપતિની ભલામણ માટે પોતાની પાસે રોકી રાખવું તે આ અનુચ્છેદના ઉલ્લંઘન સમાન છે. જો ગવર્નરને યોગ્ય ન લાગે તો તેઓ બિલને પરત સદનમાં પુનઃભલામણ માટે મોકલી શકે છે. જો સદન ફરી તેને મંજૂરી આપે તો ગવર્નરે તુરંત તેને મંજૂરી આપવાની હોય છે. બંધારણ મુજબ, ગવર્નર ત્યારે જ રાષ્ટ્રપતિની ભલામણ માટે બિલ પોતાની પાસે રિઝર્વ રાખી શકે છે, જ્યારે તે બંધારણ સાથે મેળ ખાતું ન હોય અથવા કંઈક અલગ જોગવાઈઓનો ઉલ્લેખ હોય અથવા રાજ્યની નીતિઓમાં ફેરફાર તેમજ રાષ્ટ્રીય ધોરણે મહત્ત્વ ધરાવતું હોય.

એમકે સ્ટાલિન સરકારના મહત્ત્વના બિલ રોકી રાખ્યા

2021માં તમિલનાડુના ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ આર એન રવિએ ડીએમકે સરકારના મહત્ત્વના 10 બિલને મંજૂરી આપવાના બદલે રોકી રાખ્યા હતા. જેના પર ડીએમકે સરકારે તેમના પર આરોપ મૂક્યો હતો કે, ગવર્નર ભાજપના પ્રવક્તા તરીકે કામ કરે છે, તેઓ બિલ અને નિમણૂકોને અટકાવી રહ્યા છે. જ્યારે ગવર્નરે પોતાનો બચાવ કરતાં કહ્યું કે, બંધારણની તાકાત તેમને મંજૂરી આપતા રોકે છે. એમકે સ્ટાલિન સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવતાં આજે સુપ્રીમ કોર્ટે તેમના પક્ષમાં ચુકાદો આપ્યો છે. ગર્વનરના વલણને આપખુદશાહી ગણાવી હતી.

Related News

Icon