
હરિયાણામાં બેરોજગારી એટલી બધી વધી ગઈ છે કે, વાત ના પૂછો, ઉચ્ચ શિક્ષિત સફાઈ કામદારોની ભરતીમાં મોટી સંખ્યામાં જોવા મળ્યા છે. હરિયાણા સ્કિલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશનમાં 46,000 થી વધુ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓએ માત્ર રૂ. 15,000ના પગાર સાથે કરાર આધારિત સફાઈ કામદારની જગ્યાઓ માટે અરજી કરી છે.
હરિયાણા સ્કિલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશન (HKRN)ના ડેટા અનુસાર, 6 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બરની વચ્ચે લગભગ 39,990 સ્નાતક અને 6,112 થી વધુ અનુસ્નાતક ઉમેદવારોએ અરજી કરી છે. આ સિવાય 12મું પાસ થયેલા 1,17,144 લોકોએ પણ આ પોસ્ટ માટે અરજી કરી છે.
એક અધિકારીએ જણાવ્યું કે HKRN પૂલ દ્વારા, સરકારી વિભાગો, બોર્ડ અને કોર્પોરેશનોમાં નિયુક્ત કરાયેલા કરાર આધારિત સ્વચ્છતા કાર્યકરને દર મહિને લગભગ 15,000 રૂપિયા ચૂકવવામાં આવશે.
અધિકારીઓનું કહેવું છે કે આ પોસ્ટ માટે અરજી કરવામાં કોઈપણ પ્રકારની ગેરસમજ થવાની સંભાવના નથી. જોબ વર્ણન સ્પષ્ટપણે કામની પ્રકૃતિ જણાવે છે. HKRN વેબસાઇટ પર અરજી કરતી વખતે ઉમેદવારોએ એક ઘોષણા ફોર્મ આપવું જરૂરી છે જેમાં તેઓ ખાતરી કરે છે કે તેઓએ નોકરીનું વર્ણન કાળજીપૂર્વક વાંચ્યું છે. જેમાં જાહેર સ્થળો અને રસ્તા પરથી કચરો હટાવવાની કામગીરીનો સમાવેશ થાય છે.