Home / India : Sweety Bora again made serious allegations against her husband

'આખી રાત કપડા ઉતરાવીને મારતો હતો', સ્વીટી બોરાએ ફરી એકવાર પતિ પર લગાવ્યા ગંભીર આરોપ

'આખી રાત કપડા ઉતરાવીને મારતો હતો', સ્વીટી બોરાએ ફરી એકવાર પતિ પર લગાવ્યા ગંભીર આરોપ

હિસારની ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરાએ ફરી એકવાર તેના પતિ અને કબડ્ડી ખેલાડી દીપક હુડા પર ગંભીર આરોપો લગાવ્યા છે. પેનિક એટેકને કારણે થોડા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ, જ્યારે તેને રજા આપવામાં આવી, ત્યારે સ્વીટી બોરાએ તેના પતિ દીપક હુડા સામે મોરચો ખોલ્યો. સ્વીટી બોરાએ કહ્યું કે, "દીપક હુડા મારા કપડા ઉતારવીને પછી આખી રાત મને માર મારતો હતો. તે મારા મોંને ઓશીકાથી ઢાંકીને મને મુક્કો મારતો હતો. મારી પાસે હુમલાના પુરાવા છે. તેણે મારું ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું." તેણે કહ્યું કે દીપક તેને પાંચ દિવસ સુધી ઘરમાં બંધ રાખતો હતો. તેણે તેણે કાર અને મોબાઈલ ફોન પણ પોતાના કબજામાં લઈ લીધા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

છોકરાઓ સાથે સંબંધ બનાવવાના વીડિયો પેનડ્રાઈવમાં સેવ

સ્વીટીએ કહ્યું કે, "મારી પાસે પેન ડ્રાઈવમાં પુરાવા છે જેમાં તે છોકરાઓ સાથે શારીરિક સંબંધો બનાવતો જોઈ શકાય છે. હું આને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરીશ અને તેના આધારે હું દીપક હુડા પાસેથી છૂટાછેડા માંગીશ. જ્યારે મેં દીપકને વીડિયો વિશે પૂછ્યું ત્યારે તે મને માર મારતો હતો. બધું સહન કર્યા પછી પણ હું ચૂપ રહી. જ્યારે મેં મારા પરિવારના સભ્યોને એક કે બે વાર હિંસા વિશે કહ્યું, ત્યારે તેઓ કહેતા કે તે જ શોધ્યો છે, હવે તું જ ધ્યાન રાખ. આ કારણોસર હું પહેલા ચૂપચાપ સહન કરતી હતી પણ હવે હું ચૂપ નહીં રહું. મારા લવ મેરેજ હતા, એટલે જ મારે બધું સહન કરવું પડ્યું."

મહિલા પોલીસ સ્ટેશનમાં પતિને માર મારવાનો વીડિયો વાયરલ થયો

15 માર્ચે, સ્વીટી અને દીપક હિસારના મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં સ્વીટીએ દીપકને માર માર્યો હતો, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. દીપકની ફરિયાદ પર, સદર પોલીસ સ્ટેશને સ્વીટી, તેના પિતા અને મામા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જોકે, સ્વીટીએ પાછળથી કહ્યું કે, "વીડિયોનો શરૂઆતનો અને છેલ્લો ભાગ ગાયબ હતો, જેમાં દીપક મને ગાળો આપી રહ્યો હતો. આ વીડિયોને એડિટ કરીને મારી વિરુદ્ધ ઉપયોગમાં લેવામાં આવ્યો છે. આ કેસમાં હિસારના એસપી દીપક સાથે મળેલા છે." આ પછી, સ્વીટીને પેનિક એટેક આવ્યો અને તેને હિસારની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

Related News

Icon