
બિહારમાં ફરી એક વખત 'ખેલા' થવાની શક્યતા છે. બિહારના વિપક્ષના નેતા તેજસ્વી યાદવે મોટો દાવો કર્યો છે. તેજસ્વી યાદવે કહ્યું કે બિહારમાં ભાજપ જ સરકાર ચલાવી રહ્યું છે.
નીતિશ કુમાર ભાજપથી નારાજ!
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ભાજપથી નારાજ હોવાના એક સવાલના જવાબમાં તેજસ્વી યાદવે કહ્યું કે, તમે મારી વાત સમજો, CMO ભાજપ ચલાવી રહ્યું છે. સરકાર પુરી રીતે ભાજપના નિયંત્રણમાં છે. ગૃહમંત્રી અમિત શાહ બિહાર સરકાર ચલાવી રહ્યાં છે. JDUના ચાર નેતા છે. બે દિલ્હીમાં અને બે પટણામાં ભાજપના સંપર્કમાં છે."
RJDમાં લોકોને જોડો
તેજસ્વી યાદવે સદસ્યતા અભિયાનની સમીક્ષા બેઠકમાં ભાગ લીધો હતો. તેજસ્વી યાદવે નેતાઓ અને કાર્યકર્તાઓને કહ્યું કે સદસ્યતા અભિયાન દરમિયાન તમામ વર્ગના લોકોને RJD સાથે જોડો. મહિલાઓને પ્રાથમિકતા આપો. પ્રદેશ RJD અધ્યક્ષ જગદાનંદ સિંહ બેઠકમાં ગેરહાજર રહ્યાં હતા. તેજસ્વી યાદવે કહ્યું કે એક કરોડ સભ્ય બનાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો છે.