Home / India : Tension in this district of Assam bordering Bangladesh, CM Himanta Biswa Sarkar orders shoot at sight

બાંગ્લાદેશની સરહદે આવેલા આસામના આ જિલ્લામાં તણાવ, CM હિમંતાએ આપ્યો Shoot at sightનો ઓર્ડર

બાંગ્લાદેશની સરહદે આવેલા આસામના આ જિલ્લામાં તણાવ, CM હિમંતાએ આપ્યો Shoot at sightનો ઓર્ડર

Himanta Biswa Sarma Shoot at Sight- Order: શુક્રવારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ધુબરી જિલ્લામાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર કડક વલણ અપનાવ્યું છે. બાંગ્લાદેશની સરહદે આવેલા આ જિલ્લામાં તાજેતરમાં બનેલી સાંપ્રદાયિક ઘટનાઓને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રીએ શુટ એટ સાઈટનો ઓર્ડર આપ્યો છે. મુખ્યમંત્રીએ તેમના ધુબરી પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે, 'મારા ગુવાહાટી પહોંચતાની સાથે જ આ આદેશ જારી કરવામાં આવશે. તેમજ રાત્રે બહાર ફરનારા અથવા પથ્થરમારો કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું છે આખી ઘટના?

શુક્રવારે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ધુબરીની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે, 'જિલ્લામાં રેપિડ એક્શન ફોર્સ (RAF) અને CRPF જવાનો તૈનાત કરવામાં આવશે. તેમજ ધુબરીમાં તમામ ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે.'

ઘટના અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 'બકરી ઇદના બીજા દિવસે, 7 જૂને જિલ્લા મુખ્યાલયમાં હનુમાન મંદિરની સામે એક ગાયનું માથું મળી આવ્યું હતું. તેમજ 'નબીન બાંગ્લા' નામના સંગઠને બકરી ઈદ પહેલા ઉશ્કેરણીજનક પોસ્ટરો લગાવ્યા હતા. તેમાં ધુબરીને બાંગ્લાદેશમાં ભેળવી દેવાની વાત કરવામાં આવી હતી. જેને સરકાર સહન કરી નહિ લે. '

રાજ્યની સાર્વભૌમત્વ પર સીધો હુમલો

મુખ્યમંત્રીએ આ ઘટનાને રાજ્યની સાર્વભૌમત્વ પર સીધો હુમલો ગણાવ્યો અને કહ્યું કે, 'વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને RAF ના જવાનોને તૈનાત કરવામાં આવશે. કાયદો પોતાના હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ટૂંક સમયમાં બધા ગુનેગારોની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવશે.'

જરૂર પડશે તો હું દેખરેખ રાખીશ: મુખ્યમંત્રી સરમા

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એમ પણ કહ્યું હતું કે, 'આ વખતે બકરી ઇદના પ્રસંગે પશ્ચિમ બંગાળથી હજારો પશુઓ ધુબરી લાવવામાં આવ્યા હતા અને એક નવા બીફ માફિયા સક્રિય થયા છે, જેણે મોટા પાયે પશુઓ ખરીદ્યા હતા. આ સમગ્ર મામાલની તપાસ થશે અને ગેરકાયદેસર વેપારમાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવશે.'

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે, 'રાજ્ય સરકાર ધુબરીમાં કોઈપણ પ્રકારના સાંપ્રદાયિક કાવતરાને સફળ થવા દેશે નહીં. ધુબરી આપણા હાથમાંથી જશે નહીં. જરૂર પડશે તો હું પોતે આખી રાત હનુમાન મંદિરની દેખરેખ રાખીશ.'

 

Related News

Icon